સુહાના ખાન
શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન દિગ્દર્શક ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ખૂબ જ વધારે છે.
ખુશી કપૂર
શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર પોતાની મોટી બહેન કે જાન્હવી કપૂરના પગલે ચાલીને અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૃ કરવા જઇ રહી છે. ખુશી કપૂર ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ધ આર્કીઝ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખુશી કપૂર પણ સોશિયલ મીડિયાની સ્ટાર છે અને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે.
અગસ્ત્ય નંદા
અમિતાભ બચ્ચનના પૌત્ર અને શ્વેતા બચ્ચન નંદા નંદા અને નિખિલ નંદાના પુત્ર અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્કીઝ’થી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બીજી એક ફિલ્મની જાહેરાત 8મી ડિસેંબરે કરવામાં આવી હતી, જેમાં એ મશહૂર અભિનેતા ધર્મેન્દ્રની સાથે સૈનિકનો રોલ કરતો જોવા મળશે. શ્રીરામ રાઘવન નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન કરી રહ્યા છે જેને અગાઉ અભિનેતા વરુણ ધવને સાઇન કર્યો હતો.
પલક તિવારી
નિર્માતા-અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કી ભાઈ કિસી કા જાન’માં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ખાસ ભૂમિકા ભજવી રહી છે. આ પહેલા તે વિવેક ઓબેરોય, તનિષા મુખર્જી, મલ્લિકા શેરાવત અને શિવિન નારંગ સાથે “રોઝીઃ ધ કેસર ચેપ્ટર”માં કામ કરી ચૂકી છે. પલક તિવારી ‘કિસી કી ભાઈ કિસી કી જાન’ને પોતાની પહેલી ફિલ્મ માની રહી છે. આ પહેલા પલક તિવારી ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે.
શનાયા કપૂર
સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર નિર્માતા કરણ જોહરની ફિલ્મ ‘બેધડક’થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા કરણ જોહર શનાયા કપૂરની સાથે વધુ બે નવા ચહેરા લક્ષ્ય અને ગુરફતેહ પીરઝાદાને પણ લોન્ચ કરી રહ્યો છે. શનાયા કપૂર ‘ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી, જેમાં તેની કઝિન જાહ્નવી કપૂર લીડ રોલમાં હતી. શનાયા કપૂર ઘણી તૈયારી સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
અલીઝેહ અગ્નિહોત્રી
સલમાન ખાનની બહેન અલવીરા અને બનેવી અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલીઝેહ અગ્નિહોત્રીને સલમાનના નજીકના મિત્ર એવા દિગ્દર્શક સૂરજ બરજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યાએ મોટા પડદે લોન્ચ કરી છે. અલીજેહ અગ્નિહોત્રીએ પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નામ હજુ નક્કી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ એક રોમેન્ટિક કોમેડી હશે.
રાજવીર દેઓલ
સની દેઓલનો બીજો પુત્ર રાજવીર દેઓલ પણ અવનીશ બરજાત્યાના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. સની દેઓલે પોતાના મોટા પુત્ર કરણને પોતાની જ ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી લોન્ચ કર્યો હતો, પરંતુ આ ફિલ્મ ખાસ સફળ ન રહી અને કરણ દેઓલની કરિયરમાં સુધારો થાય તે પહેલા જ બ્રેક લાગી ગયો હતો. આવી સ્થિતિમાં સની દેઓલે પોતાના બીજા પુત્ર રાજવીર દેઓલ માટે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ફાઇનલ કરી છે.
પશ્મિના રોશન
હૃતિક રોશનના પિતરાઇ ભાઇ અને સંગીતકાર રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોશન ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરવા જઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 2023માં પણ રિલીઝ થશે. આ ફિલ્મ 2003માં આવેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ની સિક્વલ હોવાનું કહેવાય છે. આ ફિલ્મના દિગ્દર્શક નિપુણ અવિનાશ ધર્માધિકારી છે. ફિલ્મોમાં ડેબ્યૂ કરવા ઉપરાંત પશ્મિના રોશન આજકાલ અભિનેતા કાર્તિક આર્યન સાથેની નિકટતાને લઇને પણ ચર્ચામાં છે.
જુનૈદ ખાન
આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પીરિયડ ફિલ્મ ‘મહારાજા’થી ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ પ્રખ્યાત મહારાજા પરીવાડ કેસ પર આધારિત એક પિરિયડ ફિલ્મ છે. આ ઘટના 1800ની આસપાસ બની હતી. આ ફિલ્મમાં જુનૈદ ખાન પત્રકાર-સુધારક કરસનદાસ મુળજીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મમાં શર્વરી વાઘ, શાલિની પાંડે અને જયદીપ અહલાવત પણ જોવા મળશે.
ઇબ્રાહિમ અલી ખાન
નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મથી સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેતા બોમન ઈરાનીનો પુત્ર કાયોઝ ઈરાની કરશે. ફિલ્મની વાર્તા સશસ્ત્ર દળોની આસપાસ ફરશે. ફિલ્મનું ટાઇટલ ફાઇનલ નથી. ઇબ્રાહિમ અલી ખાન આ પહેલા કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More