આવી ભવ્ય નગરી આપણાં ગુજરાતમાં જ હતી. જે અત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલી હતી. હાલમાં પણ જો તમે ત્યાં જાવ તો તમને ત્યાં જોવા મળતાં મંદિરો, શિલ્પો ને ખંડિત અવશેષો જોવા મળશે જ ! જે આ ગૌરવવંતા ઇતિહાસના સાક્ષી છે.
અંબાજી પાસે આવેલ દાંતા તાલુકામાં જ આવેલું એક ગામ ગઢ-મહુડી પાસે આવેલ કાંટીવાસ. આ ગામ દાંતાથી 15 કી.મી દૂર આવેલું છે. આ ગામ તેમજ આસપાસ આવેલ વિસ્તાર સોળમી સદી સુધી પરમાર રાજાઓની રાજધાની હતી. તેમજ આ ગામ તરસંગ નગરી નામે જાણીતુ સમુધ્ધ નગર હતુ.
અહી પ્રાચીન પંચાયતન મંદિરો, મકાનો, મહેલો, શિલ્પો તેમજ વાવના અવશેષો ખંડીત અવસ્થામાં મળી આવે છે.અહી આસપાસ પુરાણા મંદિરો, ખંડિયર મકાનના પાયા તેમજ તૂટેલી ભીંતોના અવશેષો જોવા મળે છે. એ ઉપરાંત મંદિરો, સ્તંભો, ગર્ભગૃહોનો તૂટેલો ભાગ, તેમજ મગ્ન મૂર્તિઓ નજરે ચડે છે. તેમજ એનાથી આગળ જઈએ એટ્લે થોડે દૂર જ ડુંગરો પર દીપા રાણીનો મહેલ આવેલો છે. જે અત્યંત પુરાણો ને આપણાં જાહોજલાલી પૂર્ણ ઇતિહાસની ચાડી ખાય છે.
એવું કહેવાય છે કે, અહિયાં ઉજજેનના પ્રખ્યાત ને પરાક્રમી એવા વિક્રમરાજાની ચાલીસમી પેઢીએ અહીંયા આવીને પોતાનું અલગ જ રાજ્ય સ્થાપ્યું હતું. તેમજ અહીના ડુંગરોની તળેટીમાં અદ્ભુત કિલ્લા બંધાવ્યા ને અહિયાં જ સ્થાયી થયા હતા. જે કિલ્લાઓની દીવાલો આજે પણ જર્જરિત હાલાતમાં જોવા મળે છે. તેમજ અહીનો પહાડી વિસ્તાર અસંખ્ય વૃક્ષોથી ધેરાયેલો છે. જે આ સ્થળની સુંદરતામાં ચાર- ચાંદ લગાવે છે.
સ્વર્ગ જેવી સુંદરતાથી ભરપૂર આ જગ્યાએ પણ ઘણાં ઉતારચડાવ જોયા છે. ઘણાં એવા પણ ઇતિહાસનો સાક્ષી છે. જે યાદ કરતાં કે સાંભળતાજ આપડા રૂવાડા ઉભા થઈ જાય. કહેવાય છે ને કે જ્યાં પ્રકૃતિ મન મૂકીને વરસે ત્યાં કોને રહેવું ન ગમે ! અત્યારે આપણાં કાશ્મીરની જેવી સ્થિતિ છે. એવી જ હાલત ત્યારે એ જમાનામાં આ સ્થળની હતી. એવું તમને પણ લાગશે જ્યારે તમે એનો દર્દ ભરેલો ઇતિહાસ જાણશો ત્યારે.
તો ચાલો એક એક નજર કરીએ તરસંગ નગરીનાં ઇતિહાસ પર :
જ્યારે દમોજી પર એક મુસ્લિમ રાજાએ આ રાજ્ય પચાવી પાડવા ચડાઈ કરી ને યુધ્ધમાં આ રાજ્યના સ્થાપક એવા વિક્રમ રાજાની ચૌદમી પેઢી ગણાતા દમોજી માર્યા ગયેલ. ત્યારે જ્યારે વિક્રમ રાજાના વંશજે ઉજજેનથી આવીને અહિયાં રાજ્ય સ્થાપ્યું. પહેલા તો તેમણે આરાસુરનાં ડુંગરોમાં પોતાના નવા રાજ્યની સ્થાપના કરેલ. પરંતુ ત્યારબાદ અહિયાં આવીને સ્થાયી થયા ને બનાવી એમની પોતાની જાહોજલાલી પૂર્ણ ભવ્ય નગરી. સ્થાપી.
ઈ.સ. 1936માં અલ્લાઉદિન ખીલજીએ ચડાઈ કરી આ રમણીય વિસ્તાર જીતી અલ્લાઉદિન આ નગરીમાં સ્થાયી થયો. પીએન, થોડા જ સમયમાં અલ્લાઉદિન પાછો દિલ્હી જતો રહ્યો. એટ્લે પાછું જગતપાળનાં પુત્ર મેઘજીએ પોતાની નવી રાજધાની અહિયાં આવીને સ્થાપી. ઈ.સ. 1354માં ઇડરના રાવભાણે તરસંગ નગરી જીતી લીધી…પરંતુ થોડો સમય જતાં જ મેઘાજીએ યુધ્ધ કરી પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું.