આવી ભવ્ય નગરી આપણાં ગુજરાતમાં જ હતી. જે અત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલી હતી. હાલમાં પણ જો તમે ત્યાં જાવ તો તમને ત્યાં જોવા મળતાં મંદિરો, શિલ્પો ને ખંડિત અવશેષો જોવા મળશે જ ! જે આ ગૌરવવંતા ઇતિહાસના સાક્ષી છે.
અંબાજી પાસે આવેલ દાંતા તાલુકામાં જ આવેલું એક ગામ ગઢ-મહુડી પાસે આવેલ કાંટીવાસ. આ ગામ દાંતાથી 15 કી.મી દૂર આવેલું છે. આ ગામ તેમજ આસપાસ આવેલ વિસ્તાર સોળમી સદી સુધી પરમાર રાજાઓની રાજધાની હતી. તેમજ આ ગામ તરસંગ નગરી નામે જાણીતુ સમુધ્ધ નગર હતુ.
અહી પ્રાચીન પંચાયતન મંદિરો, મકાનો, મહેલો, શિલ્પો તેમજ વાવના અવશેષો ખંડીત અવસ્થામાં મળી આવે છે.અહી આસપાસ પુરાણા મંદિરો, ખંડિયર મકાનના પાયા તેમજ તૂટેલી ભીંતોના અવશેષો જોવા મળે છે. એ ઉપરાંત મંદિરો, સ્તંભો, ગર્ભગૃહોનો તૂટેલો ભાગ, તેમજ મગ્ન મૂર્તિઓ નજરે ચડે છે. તેમજ એનાથી આગળ જઈએ એટ્લે થોડે દૂર જ ડુંગરો પર દીપા રાણીનો મહેલ આવેલો છે. જે અત્યંત પુરાણો ને આપણાં જાહોજલાલી પૂર્ણ ઇતિહાસની ચાડી ખાય છે.
એવું કહેવાય છે કે, અહિયાં ઉજજેનના પ્રખ્યાત ને પરાક્રમી એવા વિક્રમરાજાની ચાલીસમી પેઢીએ અહીંયા આવીને પોતાનું અલગ જ રાજ્ય સ્થાપ્યું હતું. તેમજ અહીના ડુંગરોની તળેટીમાં અદ્ભુત કિલ્લા બંધાવ્યા ને અહિયાં જ સ્થાયી થયા હતા. જે કિલ્લાઓની દીવાલો આજે પણ જર્જરિત હાલાતમાં જોવા મળે છે. તેમજ અહીનો પહાડી વિસ્તાર અસંખ્ય વૃક્ષોથી ધેરાયેલો છે. જે આ સ્થળની સુંદરતામાં ચાર- ચાંદ લગાવે છે.
સ્વર્ગ જેવી સુંદરતાથી ભરપૂર આ જગ્યાએ પણ ઘણાં ઉતારચડાવ જોયા છે. ઘણાં એવા પણ ઇતિહાસનો સાક્ષી છે. જે યાદ કરતાં કે સાંભળતાજ આપડા રૂવાડા ઉભા થઈ જાય. કહેવાય છે ને કે જ્યાં પ્રકૃતિ મન મૂકીને વરસે ત્યાં કોને રહેવું ન ગમે ! અત્યારે આપણાં કાશ્મીરની જેવી સ્થિતિ છે. એવી જ હાલત ત્યારે એ જમાનામાં આ સ્થળની હતી. એવું તમને પણ લાગશે જ્યારે તમે એનો દર્દ ભરેલો ઇતિહાસ જાણશો ત્યારે.
તો ચાલો એક એક નજર કરીએ તરસંગ નગરીનાં ઇતિહાસ પર :
જ્યારે દમોજી પર એક મુસ્લિમ રાજાએ આ રાજ્ય પચાવી પાડવા ચડાઈ કરી ને યુધ્ધમાં આ રાજ્યના સ્થાપક એવા વિક્રમ રાજાની ચૌદમી પેઢી ગણાતા દમોજી માર્યા ગયેલ. ત્યારે જ્યારે વિક્રમ રાજાના વંશજે ઉજજેનથી આવીને અહિયાં રાજ્ય સ્થાપ્યું. પહેલા તો તેમણે આરાસુરનાં ડુંગરોમાં પોતાના નવા રાજ્યની સ્થાપના કરેલ. પરંતુ ત્યારબાદ અહિયાં આવીને સ્થાયી થયા ને બનાવી એમની પોતાની જાહોજલાલી પૂર્ણ ભવ્ય નગરી. સ્થાપી.
ઈ.સ. 1936માં અલ્લાઉદિન ખીલજીએ ચડાઈ કરી આ રમણીય વિસ્તાર જીતી અલ્લાઉદિન આ નગરીમાં સ્થાયી થયો. પીએન, થોડા જ સમયમાં અલ્લાઉદિન પાછો દિલ્હી જતો રહ્યો. એટ્લે પાછું જગતપાળનાં પુત્ર મેઘજીએ પોતાની નવી રાજધાની અહિયાં આવીને સ્થાપી. ઈ.સ. 1354માં ઇડરના રાવભાણે તરસંગ નગરી જીતી લીધી…પરંતુ થોડો સમય જતાં જ મેઘાજીએ યુધ્ધ કરી પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું.
આ જગ્યાનો ઇતિહાસ રાજા અકબર સાથે પણ જોડાયેલ છે. રાજા અકબરનો દીકરો તેના પિતાથી રિસાઇને તરસંગ નગરી આવી પહોંચે છે. ને ત્યારે તરસંગ નગરીનાં રાજા એ સમયે આસકરણ હોય છે. તેણે ‘અતિથી દેવો ભવ’ ને અનુસરીને જાતિવાદ કે ધર્મવાદ ભૂલીને ખૂબ જ સરસ રીતે જ્યાં સુધી ગમ્યું ત્યાં સુધી રાખ્યાં ને ફૂલ મહેમાનગતિ કરી. જ્યારે અકબરનો સહેજાદો દિલ્હી પરત ફર્યો ત્યારે એણે મનમૂકીને ગુજરાતની મહેમાનગતિ, માનવતા ને આસકરણનાં જ વખાણ કર્યા. આખરે અકબરરાજા આસકરણની મહેમાન ગતિથી ખુશ થઈને આસકરણને દિલ્હી જ બોલાવી રાણાજીની પદવી આપી સન્માનીત કરે છે.
આ સમય દરમ્યાન આસકરણનો પુત્ર આ નગરી અને ઇડર નગરી સંભાળે છે. એ દરમ્યાન કલ્યાણમલ આ નગરીને મેળવવા રાણાવાઘ સાથે ઘણા વર્ષો સુધી યુધ્ધ કર્યું. આખરે રાણાવાઘની હાર થાય છે ને કલ્યાણમલની કેદમાં વર્ષો સુધી રહે છે. આ દરમ્યાન જ કલ્યાણમલે આ સુંદર નગરીને તોડી નાખી. એક એક કિલ્લાનો નાશ કર્યો. અને સાથે સાથે તરસંગનગરીનો પણ નાશ થયો…
આ છે આ સુંદર દરેકનું મન મોહી લેનાર તરસંગનગરીનો દર્દનાક ઇતિહાસ…જે હાલ જર્જરિત હાલતમાં છે તો પણ આટલી સુંદર ને ભવ્ય છે. તો જ્યારે આ નગરી જીવંત હશે ત્યારે આ નગરીની સુંદરતા કેવી હશે એની તો ખાલી કલ્પનાઓ જ કરવી રહી !!
અત્યારે પણ જો તમે અંબાજી પાસે આવેલ દાંતા તાલુકામાં જાવ ત્યારે ત્યાં નજીકમાં જ આવેલ ગઢ મઢૂલી જવાનું ન ચૂકતા. કેંકર હાલ પણ ત્યાં ભવ્ય બજારો, મંદિરો ને યોજનાબધ્ધ બંધાયેલા અતિ ભવ્ય મકાનોની દીવાલો તો જોવા મળશે જ. એ ઉપરાંત ત્યાની વાવની કોતરણી તો અદ્ભુત છે. તમે આ વાવનું બાંધકામ જોશો તો જોતાં જ રહી જશો એની ફૂલ ગેરેંટી.
વધુમાં જોઈએ તો હાલ , અંબાજીની પ્રાચીન અરવલ્લીની પહાડની હારમાળામાં આવેલ ટેકરીઓમાં ખમીરવંતી આદિવાસી પ્રજા વસવાટ કરે છે તેમજ તેમની ગૌરવરૂપ સંસ્ક્રુતિનો ઈતિહાસ આ ટેકરીઓમાં છુપાયેલો છે.
વૃક્ષ અને પહાડની મૈત્રીએ અંબાજીમાં સહજ છે પણ વૃક્ષ, પહાડ અને પ્રકૃતિનું સમન્વયને એક સાથે જોવા માટે તરસંગ નગરીમાં જ જોવા મળશે !!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More