ડિસેમ્બર મહિનાના છેડે પોહંચી ગયા બાદ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવા લાગી છે જેની અસર મધ્ય ભારત સુધી થવા લાગી છે. રાજધાની દિલ્લીમાં પણ પારો 7 ડિગ્રીથી નિચે આવી ગયો છે. એનસીઆરમાં પણ સવાર અને સાંજના સમયે અત્યંત ઠંડી પડે છે. પણ બીજીબાજુ દેશમાં કેટલીક એવી જગ્યાઓ પણ આવેલી છે જ્યાં હજુ પણ ગરમી જવાનું નામ નથી લઈ રહી. કેટલાએ વિસ્તારોમાં આ કડકડતા શિયાળામાં પણ પારો 34 ડિગ્રી સુધી ચડેલો રહે છે. તો ચાલો જાણીએ આ જગ્યાઓ વિષે
રત્નાગિરી, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પણ હાલ ઠંડી જેવું જરા પણ ફીલ નથી થતું. અહીંનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી ચડેલું રહે છે અને ન્યૂયનતમ તાપમાનની વાત કરીએ તો અહીં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચુ તાપમાન રહે છે. આમ જોવા જઈએ તો આવા તાપમાનમાં તમને જરા પણ ઠંડી ન લાગે.
જૂનાગઢ
ગુજરાતના જૂનાગઢમાં પણ હાલ એટલી બધી ઠંડી નથી પડી રહી. દિવસ દરમિયાન અહીં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અને સવાર તેમજ રાત્રી દરમિયાન ન્યૂનતમ પારો 14 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.
પણજી, ગોવા
ગોવાના પણજીમાં લોકોને ઠંડીથી રાહત છે. અહીં ઉચ્ચતમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ છે અને ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રિ સેલ્સિયસ રહે છે. પર્યટકો વચ્ચે આ જગ્યા એક સારો ટૂરિસ્ટ સ્પોટ પણ માનવામાં આવે છે.
ચેન્નૈ, તામિલનાડુ
તામિલનાડુના જાણીતા શહેર ચેન્નૈમાં હાલના શિયાળાના દિવસે દરમિયાન 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે, અને રાત્રી દરમિયાનનું ન્યૂનતમ તાપમાન પણ 24 ડિગ્રી સેલ્સિયસ જ રહે છે. માટે ચેન્નૈમાં રહેતા લોકોને હાલ ઠંડીથી કોઈ જ મુશ્કેલી નથી પડી રહી.
નવી મુંબઈ, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પણ સ્થિતિ કંઈક એવી જ છે. શિયાળાથી દૂર ભાગતા લોકો માટે આ એક બિલકુલ યોગ્ય જગ્યા છે. અહીંનુ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉપર જાય છે અને સુર્યાસ્ત થયા બાદ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે.
મેંગલુરુ, કર્ણાટક
કર્ણાટકના શહેર મેંગેલુરુમાં પણ શિયાળાનો હાલ કંઈક આવો જ છે. શિયાળાની આ સિઝનમાં પણ અહીં ઉચ્ચતમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહે છે. એટલે કે અહીં ઠંડીનું તો જાણે અસ્તિત્તવ જ નથી તેવું કહીએ તો પણ ચાલે. અહીંનું ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જ પહોંચે છે.
ચિત્તૂર, આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર નામનું એક શહેર છે. હાલના સમયમાં જ્યાં બધે જ અત્યંત ઠંડી પડી રહી છે ત્યાં આ શહેર ઠંડીથી બચી ગયું છે. દિવસ દરમિયાન અહીંનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જ્યારે સવાર અને રાત્રી દરમિયાન તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
કોઝીકોડ, કેરલ
કેરલની એક બીજી જગ્યા કોઝિકોડની સ્થિતિ પણ કંઈક એવી જ છે. દિવસના સમયે કોઝિકોડનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રે અને સવારના સમયે અહીંનું ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ નીચુ રહે છે. કોચીમાં કોટ્ટાયમ નામની એક જગ્યા છે ત્યાં પણ હાલના ઠંડીના દિવસોમાં પણ 34 ડિગ્રી તાપમાન રહે છે.
કાવારત્તી, લક્ષદ્વીપ
અનેક ખાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ માટે જાણિતા લક્ષદ્વિપમાં પણ શીત લહેરનું કોઈ જ અસ્તિત્વ નથી. અહીં દિવસ દરમિયાન 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે, અને ન્યૂયનતમ તાપમાન પણ માત્ર ત્રણ ડિગ્રી જેટલું જ ઓછું રહે છે એટલે કે રાત્રી દરમિયાન અહીં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
કોચ્ચિ, કેરલ
દક્ષિણ ભારતના કેરલ રાજ્યનું એક શહેર છે કોચ્ચિ. અહીં હાલના દિવસોમાં તાપમાનનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ છે. તમને સવાર કે સાંજની બાજુએ પણ વધારે ઠંડી નહીં અનુભવાય કારણ કે આ જગ્યા પર ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More