વિશ્વમાં એવા અનેક દેશો છે જ્યાં વર્ષમાં બે વખત ઘડિયાળના સમયને સેટ કરવામાં આવે છે. આ દેશોમાં ઘડિયાળનો સમય લગભગ અડધો કલાક આગળ પાછળ થઈ જાય છે. આ સિસ્ટમને ડેડ લાઇન સેવિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ સિસ્ટમને સમજવી કોઈ અઘરી બાબત નથી. અમેરિકા સહિત વિશ્વના અન્ય કેટલાક દેશોમાં વર્ષના 8 મહિના માટે ઘડિયાળ એક કલાક આગળ ચાલે છે જ્યારે બાકીના 4 મહિના એક કલાક પાછળ કરી દેવામાં આવે છે.
માર્ચના બીજા રવિવારે અમેરિકામાં ઘડિયાળોને એક કલાક આગળ કરી દેવામાં આવે છે અને નવેમ્બર મહિનાના પહેલા રવિવારે ઘડિયાળોને એક કલાક પાછળ કરી દેવામાં આવે છે. તેનું શું કારણ છે આવો જાણીએ જરા વિસ્તારથી..
જુના સમયમાં એવું માનવામાં આવતું કે આ પ્રક્રિયાથી દિવસના પ્રકાશમાં ખેડૂતોને વધુને વધુ કામ કરવાનો સમય મળી જતો. પરંતુ સમય જતા આ માન્યતા બદલાઈ અને હવે આ સિસ્ટમ પાછળ વીજળીનો ઓછો વપરાશ થાય તેવો હેતુ દર્શાવાઇ રહ્યો છે. એટલે કે ગરમીની ઋતુમાં ઘડિયાળના સમયને એક કલાક પાછળ કરવાથી દિવસના પ્રકાશનો વધુ ઉપયોગ થાય તેના માટે માનસિક રીતે એક કલાક વધુ મળવાનો કોન્સેપ્ટ છે.
આ દેશોમાં છે ડેડલાઇન સેવિંગ ટાઈમ સિસ્ટમ
વિશ્વના લગભગ 70 દેશોમાં ડેડલાઈન સેવિંગ ટાઈમ સિસ્ટમ અમલી છે. જો કે ભારત અને મોટાભાગના મુસ્લિમ દેશોમાં આ સિસ્ટમ લાગુ નથી. અમેરિકાના રાજ્યો આ સિસ્ટમ લાગુ કરવા માટે કાનૂની રીતે બંધાયેલા નથી અને આ સિસ્ટમ લાગુ કરવી કે નહીં તે માટે તેઓ સ્વતંત્ર છે. યુરોપીય યુનિયનમાં શામેલ દેશો આ સિસ્ટમને અપનાવી રહ્યા છે.
ડેડલાઈન સેવિંગ ટાઈમ સિસ્ટમનો ફાયદો
આ સિસ્ટમને અપનાવવા પાછળનું કારણ એ હતું કે ઉર્જાનો ઉપયોગ ઓછો થાય પરંતુ અલગ અલગ સંશોધનોમાં અલગ અલગ આંકડાઓ સામે આવ્યા છે. જેથી આ વિષય હંમેશા વિવાદિત રહ્યો છે. દાખલા તરીકે વર્ષ 2008 માં અમેરિકાના ઉર્જા વિભાગે કહ્યું હતું કે આ સિસ્ટમ માટે લગભગ 0.5 ટકા વીજળીની બચત થઈ હતી. પરંતુ આર્થિક રિસર્ચના નેશનલ બ્યુરોએ એ જ વર્ષના એક સંશોધનમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે વીજળીની માંગ વધી હતી.
અમેરિકામાં આ સિસ્ટમની શરૂઆત વર્ષ 2007 માં થઈ હતી. પરંતુ ડેડલાઇન સેવિંગ સિસ્ટમ ઘણી જૂની છે. એવું મનાય છે કે બેંજામીન ફ્રેન્કલીને 1784 માં તેનો પ્રથમ વખત ઉલ્લેખ તેના પત્રમાં કર્યો હતો. એ સિવાય બ્રિટન અને જર્મની જેવા કેટલાય દેશોમાં પ્રથમ વિશ્વયુદ્ધના સમયે આ સિસ્ટમને લાગુ કરવામાં આવી હતી.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More