ખુલ્લામાં પેશાબ કરવાની સમસ્યા એ ફક્ત ભારતમાં જ નથી અન્ય દેશોમાં પણ છે. જર્મનીમાં તેનાથી બચવા માટે પુરુષો પર ઊભા રહીને પેશાબ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો બીજી તરફ ફ્રાન્સમાં સ્પેશિયલ કૂંડા લગાવવામાં આવ્યા છે, જે યૂરિનને ખાતરમાં બદલીને ફૂલનાં છોડને પોષણ આપે છે. આપણા દેશમાં તો ખુલ્લામાં પેશાબ કરનારા લોકોને દંડથી લઈને માળા પહેરાવીને શર્મસાર કરવા સુધીની ઘટનાઓ અને તે સિવાય ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા સુધીની કવાયત કરવામાં આવી ચૂકી છે તેમછતાં લોકો આ ટેવ છોડતા નથી.
સૌથી પહેલા ‘એન્ટી-પી વોલ’ વિશે જાણીએ અને લંડનમાં તેની કેમ જરૂરિયાત પડી તે પણ જાણીએ
લંડનનો એક વિસ્તાર છે ‘સોહો’, જે પોતાની નાઈટ લાઈફ માટે પ્રખ્યાત છે. અહી મોટી સંખ્યામાં નાઈટક્લબ અને રેસ્ટોરન્ટ છે. જામ છલકાવીને શિષ્ટાચારને અનુસરવા માટે પ્રખ્યાત અંગ્રેજો પણ ક્યારેય ક્યારેક સાર-ખરાબની ભાન ભૂલી જાય છે. બીજી તરફ આ વિસ્તારનાં પબ્લિક ટોઈલેટને કોવિડ દરમિયાન બંધ કરી દેવામાં આવ્યુ હતું, જેને પછી ખોલવામાં જ ન આવ્યું. એવામાં ‘સોહો’ આવનાર ગ્રાહકોએ આસપાસની દિવાલોનો ટોઈલેટ સ્વરુપે ઉપયોગ કરવાનું શરુ કરી દીધુ. જેના કારણે ત્યાનાં સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા.
આખરે અહીંનાં લોકોએ કંટાળીને પોતાના ઘરની બહારની દિવાલો પર ઈન્ડસ્ટ્રીયલ લિક્વિડથી બનેલુ એક સ્પેશિયલ પેઈન્ટ લગાવ્યું. આ પેઈન્ટ પોતાના ઉપર પડતી કોઈપણ વસ્તુને ઓપોઝિટ ડાયરેક્શનમાં ફેંકે છે. આ પેઈન્ટ કર્યા પછી ચેતવણી રુપે એક બોર્ડ પણ લગાવવામાં આવ્યુ હતું જેમાં લખ્યું હતું કે, ‘આ દિવાલ છે ટોઈલેટ નથી, તેના પર ‘એન્ટી-પી વોલ’ લગાવવામાં આવ્યું છે.’
ખુલ્લામાં પેશાબ કરવાની વાત પર ચીન અને હોંગકોંગ વચ્ચે અથડામણ થઈ
ખુલ્લામાં પેશાબ કરવાની આદત ક્યારેક દંડ તો ક્યારેક વિવાદ તો ક્યારેક શર્મિંદગીનું કારણ તો બને જ છે પણ એકવાર તો તે બે દેશો વચ્ચે અથડામણ થવા માટેનું કારણ બન્યુ હતું. ઘટનાં કંઈક એવી હતી કે, વર્ષ 2014માં ચીનનો એક પરિવાર હોંગકોંગ ફરવા માટે ગયો હતો. જયા 2 વર્ષનાં એક બાળકને તેની માતાએ રસ્તા પર જ પેશાબ કરાવ્યો હતો.
સ્થાનિક લોકોએ આ બાબત પર તે ચીની પરિવાર સાથે મારપીટ કરી અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ એક ઘટનાએ હોંગકોંગમાં ચીનના વિરુદ્ધ એક આંદોલનને હવા આપી હતી. હોંગકોંગનાં લોકોએ ચીની લોકોને અસભ્ય અને ગંદા કહેવાનું શરુ કરી દીધુ. જે પછી ચીનની સરકારી મીડિયાએ તેની કડક શબ્દોમાં ટિકા કરી. તેના વિરોધમાં ચીનના સોશિયલ મીડિયા ‘વીબો’ પર અમુક ચીની યુવકોએ હોંગકોંગનાં મુખ્ય રસ્તા પર આવીને પેશાબ કરવાની ધમકી આપી દીધી.
રોમન સામ્રાજ્યમાં પેશાબ પર ટેક્સ લગાવ્યો હતો
પેશાબનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ સૌથી પહેલા રોમન સામ્રાજ્યમાં થયો હતો. લગભગ બે હજાર વર્ષ પહેલા રોમમાં યૂરિનનો ઉપયોગ શ્રીમંત લોકોનાં કપડા ધોવા માટે કરવામાં આવતો હતો. તેના માટે રોમનાં સાર્વજનિક ટોઈલેટમાંથી પેશાબને એકત્રિત કરવામાં આવતો હતો અને તેને સડાવીને અને એમોનીયા બનાવવામાં આવતો હતો. તે એમોનીયા ડિટર્જન્ટનું કામ કરતું હતું. ત્યાર બાદ અમુક વેપારીઓએ યૂરિનમાંથી ડિટર્જન્ટ બનાવીને વેચવાનું શરુ કરી દીધુ. જેના કારણે તેઓને ઘણો નફો પણ થવા લાગ્યો. આ જોઈને રોમનાં રાજા ‘વેસ્પેસિયન’ એ ગટરમાંથી પેશાબ નીકળવા પર ટેક્સ લગાવ્યો હતો. જ્યારે રાજાનાં પુત્ર ટિટોને આ વાતની ખબર પડી તો તેઓએ તેના પિતાને કહ્યું કે, તે આમ કેવી રીતે કરી શકે છે? તે રાજ પરિવારની મર્યાદાની વિરુદ્ધ છે. જે પછી રાજાએ તેના પુત્રને એક સિક્કો આપ્યો અને તેને સૂંઘવા માટે કહ્યું. પછી રાજાએ કહ્યું કે, તને આમાંથી પેશાબની ગંધ આવી? પુત્રએ ‘ના’ પાડી. પછી રાજા બોલ્યા આ સિક્કો પેશાબનાં ટેક્સમાં આવ્યો છે. જો તેમાંથી ગંધ નથી આવતી તો પછી તેને લેવામાં કઈ જ વાંધો નથી.
જર્મનીમાં ઊભા રહીને પેશાબ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
જર્મનીમાં કોઈપણ પબ્લિક ટોઈલેટમાં પુરુષોને ઊભા રહીને પેશાબ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં પુરુષોએ પણ મહિલાની જેમ ટોઈલેટમાં જઈને બેસીને પેશાબ કરવાનો નિયમ છે. પબ્લિક ટોઈલેટને લઈને મહિલાઓની ફરિયાદ હતી કે, તેઓ જ્યારે ટોઈલેટ યૂઝ કરીને બહાર નીકળે છે તે પછી મહિલાઓ માટે તે ટોઈલેટ યૂઝેબલ રહેતું નથી. આ કારણોસર આ નિયમ લઈ આવવામાં આવ્યો.
ફ્રાન્સે કહ્યું – ‘ખુલ્લામાં નહીં, કુંડામાં હળવા થાઓ, એનાથી ફૂલો ખીલશે’
ઘણાં ફ્રાન્સીસી શહેરો પણ ખુલ્લામાં પેશાબ કરવાની સમસ્યાથી પીડાતા હતા. પબ્લિક ટોઈલેટની વ્યવસ્થા કર્યા પછી પણ મોટાભાગના લોકો ખુલ્લી દિવાલમાં કે વૃક્ષ પાછળ પેશાબ કરવા માટે જતા હતા. જેને જોઈને ફ્રાન્સમાં એક નવી વિચારધારા લાવવામાં આવી.
જે જગ્યાઓ પર લોકો ખુલ્લામાં પેશાબ કરતા હતા તે જગ્યાઓ પર એક વિશેષ પ્રકારનાં કૂંડા વાવવામાં આવ્યા. જેની નીચે એક બોક્સ બનાવવામાં આવ્યુ હતું. ફૂલોની નીચે પેશાબ કરવા માટે નાની એવી જગ્યા હતી, જે સીધી બોકસમાં જતી હતી. બોક્સમાં પહેલાથી જ માટી અને ઘાસ ભરીને રાખવામાં આવ્યું હોય છે અને તેમાં પેશાબ ભળીને ખાતરનું કામ કરે છે અને કૂંડામાં ફૂલ ખીલે છે.
પબ્લિક સ્વિમિંગ પૂલમાં 75 લિટર પેશાબ
પાણીની અંદર ગયા પછી તેમાં કોઈ ગમે તેટલો પેશાબ કરે, કોઈની નજરમાં આવતુ નથી અને ન તો તેના માટે કોઈ દંડ લગાવવામાં આવતો નથી. આ જ કારણ છે કે, ખુલ્લામાં પેશાબ કરતાં લોકો માટે તો સ્વિમિંગ પૂલ ફેવરિટ જગ્યા બની ગઈ. 5 વર્ષ પહેલા કેનેડાનાં અમુક સ્વિમિંગ પુલની તપાસ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકે પુલનાં પાણીની તપાસ કરીને તેનું સેમ્પલ લીધુ તો જાણવા મળ્યું કે, એક મોટા આકારનાં પૂલમાંથી ઓછામાં ઓછુ 75 લિટર પેશાબ હાજર હતો. અમુક કિસ્સાઓમાં ઓલિમ્પિક સ્વીમર્સ પણ એ વાત સ્વીકારી ચૂક્યા છે કે, તે પેશાબ કરવા માટે પૂલની બહાર જતા નથી.
ચીનમાં કડક શિષ્ટાચારનો અભાવ, ઈંડાં ઉકાળીને પણ લોકો ખાય છે
ખુલ્લામાં પેશાબ કરવાની બાબતને લઈને ચીનમાં પણ ભારત જેવી જ હાલત છે. જો કે, હોંગકોંગમાં તેને ગુનો માનવામાં આવે છે. ચીનનાં ડોંગયોંગ વિસ્તારમાં પેશાબમાં ઈંડા ઉકાળીને તેને ખાવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, પેશાબમાં ઈંડા ઉકાળીને ખાવામાં આવે તો શરદી-ઉધરસની સમસ્યા રહેતી નથી અને સ્વાસ્થ્ય નિરોગી રહે છે. વર્ષ 2008માં અહી એક શહેર પેશાબમાં ઊકાળવામાં આવતા ઈંડાને પોતાને ત્યાંની ‘સાંસ્કૃતિક વિરાસત’ જાહેર કરી અને યૂનેસ્કોએ પણ તેને વિરાસતની માન્યતા આપવા માટે અપીલ કરી
કાનૂન તરફથી ટોઈલેટ યુઝ કરવાનો અધિકાર મળ્યો, 5 સ્ટાર હોટલ પણ તમને રોકી શકતી નથી
દેશનાં મોટા શહેરોને બાદ કરતા નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પબ્લિક ટોઈલેટ એટલી સંખ્યામાં હાજર નથી કે, ખુલ્લામાં પેશાબ કરતા લોકોને સંપૂર્ણપણે અટકાવી શકાય પરંતુ, ભારતીય કાયદો ઈમરજન્સીમાં કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટનાં વોશરુમનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. ‘સરાય એક્ટ- 1887’ ની કલમ-7 મુજબ કોઈપણ હોટેલમાં મફત ટોઈલેટનો ઉપયોગ કરી શકે છે. તેને રોકવા પર હોટેલ પર ₹20ના દંડનો નિયમ છે.
રાવણે ખુલ્લામાં પેશાબ કર્યો ને તળાવ બની ગયું
અનિષ્ટનું પ્રતીક ગણાતા રાવણ પણ આ ખુલ્લામાં પેશાબ કરવાની ખરાબ આદતથી મુક્ત નહોતા. વાર્તા કંઈક એવી છે કે, એકવાર રાવણે ભગવાન શિવને તપશ્ચર્યાથી પ્રસન્ન કર્યા અને તેઓને પોતાની સાથે હિમાલયથી લંકા લઈ જવા માટે તૈયાર કર્યા. અહીં બાકીના દેવ ભગવાન શિવનાં લંકા જવાના સમાચાર સાંભળીને ચિંતિત થઈ ગયા. એવામાં જળદેવ વરુણ રાવણનાં પેટમાં આવીને સમાઈ ગયા અને લંકા જઈ રહેલો રાવણ દેવઘરમાં શિવલિંગ મૂકીને હળવો થવા માટે ચાલ્યો ગયો. વરુણદેવની માયાના કારણે રાવણને હળવું થવામાં વધુ સમય લાગ્યો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે શિવલિંગ જમીનમાં સ્થાપિત થઈ ગયું. રાવણ અનેક પ્રયાસ કરવા છતાં શિવલિંગને ત્યાંથી હલાવી શક્યો નહી અને નિરાશા સાથે તે ઘરે પાછો ફર્યો. ઝારખંડનાં દેવઘરમાં હાજર શિવલિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં આજે પણ એક તળાવ છે જેના વિશે એવી લોકમાન્યતા છે કે, તે રાવણે પેશાબ કર્યો હતો એટલે બન્યુ હતું.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More