Categories: ક્રિકેટ

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ટ્રોફી જીતવા જશે આ ધુરંધરો

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાઃ ટી-20 વર્લ્ડકપ 2022 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં એકથી વધુ ધુરંધર ખેલાડીઓને તક મળી છે, જે આ વખતે ટીમ ઇન્ડિયાને ટ્રોફી જીતાડશે.

IMAGE SOCURE

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં એકથી વધુ ધુરંધર ખેલાડીઓને તક મળી છે, જે આ વખતે ટીમ ઇન્ડિયાને ટ્રોફી જીતાડશે. બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે મજબૂત ટીમ ઈન્ડિયાની પસંદગી કરી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 16 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ફિટનેસ મેળવ્યા બાદ સ્ટાર પેસર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલે ટી-20 વર્લ્ડ કપ માટેની 15 સભ્યોની ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે. ટી-20 વર્લ્ડ કપના ચાર રિઝર્વમાં દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે.

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, આર પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, વાય ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, બી કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય પ્લેયર્સ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. જણાવી દઈએ કે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગત વખતે યુએઈમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભારતને પહેલી વખત હરાવ્યું હતુ અને ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલ પહેલા જ ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડયું હતુ. આવી સ્થિતિમાં ભારત ફરી એકવાર પાકિસ્તાન સાથે બદલો લેશે.

  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન – પ્રથમ મેચ – 23 ઓક્ટોબર (મેલબોર્ન)
  • ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર-અપ – બીજી મેચ – 27 ઓક્ટોબર (સિડની)
  • ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – ત્રીજી મેચ – 30 ઓક્ટોબર (પર્થ)
  • ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ ચોથી મેચ – 2 નવેમ્બર (એડિલેડ)
  • ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિજેતા – 5મી મેચ – 6 નવેમ્બર (મેલબોર્ન)

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago