રસોડું અને બાથરૂમને લગતી આ ટિપ્સ યાદ રાખશો તો નહિ થાય કોઈ તકલીફ..

ઘણીવાર આપણે આપણા ઘરને સજાવતા સમયે કેટલીક એવી ભૂલો કરી દઈએ છીએ જેના પરિણામ સ્વરૂપ આપણા ઘરમાં નેગેટીવ ઉર્જાનો સંચાર થવા લાગે છે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ સર્જાઈ જાય છે અને ઘણા સભ્યો પર તેનો પ્રભાવ પર દેખાવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવાથી કે પછી એ નિયમોને આપે પોતાના ઘરમાં અમલ કરવાથી આપ આપના ઘરમાં નેગેટીવ ઉર્જા દુર કરીને પોઝેટીવ ઉર્જાનો સંચાર કરવામાં મદદ મળી શકે છે.

image soucre

આપે ઘરમાં ક્યારેય પણ બાથરૂમ અને કિચન બાજુ બાજુમાં હોવા જોઈએ નહી. જો આપના ઘરમાં કિચન અને બાથરૂમ એકબીજાની બાજુમાં જ છે તો આપે આપના ઘરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, બાથરૂમનો દરવાજો શક્ય હોય એટલા વધારે સમય સુધી બંધ જ રાખવો જોઈએ. ઉપરાંત જો શક્ય હોય તો બાથરૂમના દરવાજા પર એક પડદો લટકાવી રાખવો જોઈએ કારણ કે, બાથરૂમમાં સ્નાન કરવાનું સ્થળ હોવાના કારણે બાથરૂમનો રોજ નાહવા માટે ઉપયોગ થતો હોવાથી ભીનું થતું રહે છે જેના કારણે બાથરૂમમાં ભીનાશના કારણે કેટલાક હાનિકારક કીટાણુંઓ ઉત્પન્ન થાય છે જો આપ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો છો તો બાથરૂમમાં ઉત્પન્ન થયેલ કીટાણુઓ કિચનમાં પ્રવેશી જાય છે અને આ જ કીટાણુઓ આપના ભોજનને પણ ખરાબ કરી શકે છે જેની અસર આપના અને આપના પરિવારના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પાડે છે. એટલા માટે જો આપના ઘરમાં કિચન અને બાથરૂમ બાજુ બાજુમાં જ છે તો આપે હંમેશા બાથરૂમનો દરવાજો બંધ જ રાખવો જોઈએ.

image soucre

ઉપરાંત કેટલાક વ્યક્તિઓને પોતાના ઘરમાં ગાર્ડન પણ બનાવે છે. ત્યારે આવી વ્યક્તિઓએ પોતાના ઘરના ગાર્ડનમાં કે પછી ઘરની અંદર પણ કાંટાળા છોડ કે પછી જે છોડ માંથી દૂધ નીકળતું હોય તેવા છોડ કે પછી કોઇપણ પ્રકારના ઝેરી છોડનું વાવેતર કરવું જોઈએ નહી. કારણ કે, આવા છોડ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આપે આપના ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, શમીના છોડ જેવા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મદદરૂપ થતા છોડને આપે આપના ઘરમાં સ્થાન આપવું જોઈએ. જેના કારણે આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને આપના ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને પવિત્ર રહે છે.

image soucre

આપે આપના ઘરના કિચનમાં આગ અને પાણી એકસાથે રાખી શકાય નહી. આ બંને તત્વ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે. આ બંને સ્થાન કિચન અને બાથરૂમ અલગ અલગ રાખવાનો પ્રયત્ન કરવો. કિચન અને બાથરૂમ વચ્ચે થોડીક જગ્યા રાખવી જરૂરી છે વાસ્તુ શાસ્ત્ર મુજબ આપે આપના ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ગંદકીના લીધે પણ આપના ઘરમાં વાસ્તુદોષ વધવા લાગે છે. આપે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

1 month ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

1 month ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

1 month ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

1 month ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

1 month ago