વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ ગ્રહોની પૂજા કરાય છે. તો જાણો કઈ દિશાના વાસ્તુ દોષને દૂર કરવા માટે તમે કયો ઉપાય કરશો.
આપણા વેદમાં કુલ 10 દિશાઓનું વર્ણન કરાયું છે. તેમાં ઉપર અને નીચે એટલે કે આકાશ અને પાતાળને પણ દિશા માનવામાં આવે છે. જ્યારે વાસ્તુ શાસ્ત્રમાં 8 દિશાઓમાં વાસ્તુદોષ હોવાનું અને તેના નિવારણના ઉપાયોને પણ કહેવાયા છે. વાસ્તુના અનુસાર કોઈ પણ દિશામાં વાસ્તુ દોષ હોવાથી અશુભ ફળ મલે છે. તો જાણો દિશા અનુસાર દોષ દૂર કરવાના ખાસ ઉપાયોને.
પૂર્વ દિશા
વાસ્તુના અનુસાર આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્ર છે. આ દિશા દેવતાઓ માટે હોય છે. આ દિશાથી સંબંધિત દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્ર અને આદિત્ય હ્ર્દય સ્તોત્રનો પાઠ કરવો. મુખ્ય રીતે આ દિશા માન સમ્માન, સારી નોકરી, શારીરીક સુખ, મસ્તિષ્ક સંબંધી રોગ, નેત્ર રોગ અને પિતાના સ્થાન માટે હોય છે.
પશ્ચિમ દિશા
પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ શનિ અને દેવતા વરુણ છે. આ દિશા સફળતા અને સંપન્નતા પ્રદાન કરે છે. આ દિશામાં દોષ હોવાથી કુષ્ઠ રોગ, શારીરિક પીડા, વાત વિકારની સમસ્યા રહે છે. કામમાં અસફળતા મળે છે. પ્રસિદ્ધિમાં ઘટાડો થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે શનિદેવની ઉપાસના કરવી જોઈએ.
ઉત્તર દિશા
ઉત્તર દિશાના અધિપતિ ગ્રહ બુધ અને દેવતા કુબેર માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોવાથી વ્યક્તિના જીવનમાં સદાય આર્થિક તંગી બની રહે છે, સફળતા મળતી નથી. આ દિશાના દોષને દૂર કરવા માટે બુધ યંત્રની સ્થાપના અને ગણેશ અને કુબેરની પૂજા કરવી જોઈએ.
દક્ષિણ દિશા
દક્ષિણ દિશાનો અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ છે. આ દિશામાં દોષ હોવાના કારણે પારિવારિક મતભેદ કાયમ રહે છે. સંપત્તિને લઈને ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. આ દિશાના દોષને દૂર કરવા નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
ઉત્તર પૂર્વ દિશા (ઈશાન ખૂણો)
ઈશાન ખૂણાનો સ્વામી ગ્રહ ગુરુ માનવામાં આવે છે. આ ખૂણાના સ્વામી દેવતા શિવ છે. આ દિશાના દોષને દૂર કરવા માટે ઈશાન ખૂણાને સાફ રાખવો જરૂરી બને છે.
દક્ષિણ પૂર્વ દિશા (અગ્નિ ખૂણો)
આ દિશાના અધિપતિ ગ્રહ શુક્ર અને દેવતા અગ્નિ છે. આ દિશામાં વાસ્તુ દોષ હોવાથી વૈવાહિક જીવનમાં બાધા, કડવાહટ, અસફળ પ્રેમ સંબંધ જેવી સમસ્યાઓ આવી શકે છે. આ દોષને દૂર કરવા માટે ઘરમાં શુક્ર યંત્રની સ્થાપના કરી લેવી જરૂરી છે.
દક્ષઇમ પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણો)
આ દિશાના અધિપતિ ગ્રહ રાહુ અને કેતુને માનવામાં આવે છે. આ દિશાના દેવતા નૈઋતિ છે. આ દોષના નિવારણ માટે રાહુ કેતુને નિમિત્ત સાત પ્રકારના અનાજનું દાન કરવાનું કહેવામાં આવ્યું છે.
ઉત્તર પશ્ચિમ દિશા (વાયવ્ય ખૂણો)
આ દિશાનો અધિપતિ ગ્રહ ચંદ્ર અને દેવતા વાયુ છે. આ દિશામાં દોષ હોવાથી માનસિક પરેશાની, અનિંદ્રા, તણાવ, અસ્થમા અને પ્રજનન સંબંધી રોગ થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે નિયમિત શિવજીની ઉપાસના કરવી લાભદાયી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More