રાજા જેવો ઠાઠ આપતું મોરપીંછ
આપણા વહાલા કૃષ્ણ અને કૃષ્ણને અતિ વ્હાલું મોરપીંછ. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું. મોરનું પીછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે .કહેવાય છે કે મોરનું પીછું સફળતાના દ્વાર ખોલી આપે છે.હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ સ્થાન છે .જ્યોતિષશાસ્ત્ર ગ્રહો અને નક્ષત્રોને આધારે ભવિષ્યમાં બનનારી ઘટનાઓની આગોતરી જાણકારી આપી ચેતવે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર ઘર, ઘર નું સ્થાન ,દિશાઓને આધારે નાના-નાના ફેરફાર દ્વારા ઘરમાં સુખ શાંતિ અને સફળતા પ્રદાન કરતી હકારાત્મક ઉર્જાનું દિશા સૂચન કરે છે.
આ બંને શાસ્ત્રમાં કેટલા શુભ ચિન્હો અને શુભ ચીજ વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે ,જેના દ્વારા માનવી તેના જીવનમાં ઇચ્છે તો સુખ શાંતિનો અનુભવ કરી શકે છે.
વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ શુભ ચીજોમાં ,શુભ સંકેતમા મોરપીછ નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ઘરમાં મોરનું પીછું રાખવાથી નકારાત્મક તત્વો ઘરથી દૂર રહે છે એટલું જ નહીં સફળતા ઘરનું આંગણું ખખડાવે છે.
શું તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય અને ઘરના સુખ શાંતિ હંમેશા રહે તો ઘરમાં યોગ્ય દિશામાં મોરનું પીછું રાખવું જોઈએ.
કૃષ્ણ પ્રિય મોરપીંછ કાર્યમાં આવતા વિઘ્નોને દૂર કરી સફળતાના દ્વાર ખોલી આપે છે .પરંતુ મોરપીંછ માટેની પહેલી શરત એ છે કે તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવો જોઈએ. કોઈપણ કાર્યની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ માટે મોરપીંછ બેડરૂમમાં પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.
ઘરની આર્થિક સમસ્યાના નિવારણ માટે ઓફિસ અથવા ઘરની તિજોરીમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીછ રાખવામાં આવે તો નાણાંકીય લાભની પ્રાપ્તિ થાય છે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પણ તિજોરીમાં મોરપીછ મૂકવાથી પરત ફરે છે તેમજ ધનલાભના અન્ય રસ્તા પણ ખુલ્લા થાય છે.
ઘરમાં મોરપીંછ રાખવાથી ઉત્પન્ન થતી હકારાત્મક ઉર્જા ને કારણે ઘર તેમજ ઘરમાં વસતા લોકો ,અને આસપાસના વાતાવરણ પર પણ તેનો સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે. મોરપીછના પ્રભાવને કારણે શત્રુ પણ મિત્ર બની જાય છે તેમજ કુટુંબમાં થયેલા મન ભેદ પણ નાશ પામી પારિવારિક સંબંધોમાં પણ મોરપીંછ ને કારણે સુધારો થાય છે.
ઘરના વાસ્તુદોષનો નાશ કરવા માં મોરપીંછ મહત્વનો ભાગ ભજવે છે. ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ લગાવવામાં આવે તો ઘરમાં વાસ્તુદોષ હોય તે દૂર થાય છે. ઘરના દ્વાર પર મોરપીંછ સાથે ગણેશજીની પ્રતિમા મૂકવાથી પણ વિશેષ લાભ થાય છે.
ઘરના બાળકોનું ધ્યાન અભ્યાસમાં મન ન લાગતું હોય તો પણ તેમના અભ્યાસ ની જગ્યા પર મોરપીંછ મૂકવાથી બાળકોને અભ્યાસ પરત્વે રૂચી કેળવાય છે તેમજ અભ્યાસમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.
કૃષ્ણએ ધારણ કરેલું મોરપીંછ ઘરમાં ધન-ધાન્ય તેમજ સ્નેહનું વાહક છે.
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More