દેશની રાજધાની દિલ્હી આજ પહેલા પણ ઘણી વખત રાષ્ટ્રીય રાજધાની રહી ચૂકી છે. વાત કરીએ મહાભારત કાળની જ્યારે દિલ્હીને ઇન્દ્રપ્રસ્થના નામથી ઓળખવામાં આવતું હતું. એ વખતે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થનો પાયો નાખ્યો હતો અને એ સમયે તેને ભારતની રાજધાની બનાવી હતી. તેની સરહદ આજના અફઘાનિસ્તાન સુધી હતી. ભારતીય મહાકાવ્ય મહાભારતમાં પાંડવોની ભવ્ય રાજધાની, ઈન્દ્રપ્રસ્થ આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજયના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે. દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.ઈ.સ.736માં તોમર રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું
રાજધાની બન્યા પછી દિલ્હી દરબારનું દ્રશ્ય
દેશની રાજધાનીની જાહેરાત પછીની ઐતિહાસિક ક્ષણ
આ મહારાજાઓનો ઓરડો હતો
1925માં રાષ્ટ્રપતિ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
1927માં સફદરજંગમાં દિલ્હીનું પ્રથમ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.