ટચૂકડા પડદાના ઘણા કપલ એવા છે જેમને એક આદર્શ કપલ તરીકે જોવામાં આવ્યા હતા અને લોકોને તે ખૂબ જ પસંદ આવ્યું હતું, પરંતુ પડદા પર ‘હમ સાથ-સાથ હૈ’ જેવા દેખાતા આ કપલ્સ રિયલ લાઈફમાં ‘જાની દુશ્મન’થી કમ નહોતા.
હિના ખાન અને કરણ મેહરાઃ

હિના અને કરણની જોડી યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં સાથે જોવા મળી હતી અને તેમની ઓન સ્ક્રીન બોન્ડિંગ એટલી જબરદસ્ત હતી કે લોકો તેમની વચ્ચેના કોલ્ડ વોરનો અંદાજો પણ લગાવી શકતા ન હતા. રિપોર્ટ્સ અનુસાર, સેટ પર બંનેએ એકબીજા સાથે વાત પણ નહોતી કરી.
દીપિકા સિંહ અને અનસ રાશિદઃ

દિયા ઔર બાતી હમમાં દીપિકા સિંહ અને અનસ રાશિદે મૂર્તિ કપલનો રોલ કર્યો હતો. સંધ્યા અને સૂરજના રૂપમાં દિલો પર હાવી થયેલા આ કલાકારોમાં 36નો આંકડો પણ હતો. દીપિકાએ અનસ પર અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે મામલો વધુ વણસી ગયો હતો.
પરિધિ શર્મા અને રજત ટોકસઃ

જોધા અકબર શોની હિટ જોડી પરિધિ શર્મા અને રજત ટોકસ વચ્ચેનું બોન્ડિંગ રિયલ લાઈફમાં પડદા પર જોવા મળ્યું નહોતું. રિયલ લાઈફમાં બંને એકબીજા સાથે વાત કરતાં ખચકાતા હતા.
દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલઃ

દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલે યે હૈ મોહબ્બતેં જેવી હિટ સિરિયલ આપી હતી. પરંતુ ઓફ સ્ક્રીન, બંને બિલકુલ બન્યા ન હતા. જો કે બંને આ સમાચારોને સતત નકારતા રહ્યા, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાંકા અને કરણ વચ્ચે ઓફ સ્ક્રીન કોઈ ખાસ બોન્ડિંગ નહોતું.
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈઃ

સિદ્ધાર્થ શુક્લા તથા રશ્મિ દેસાઈએ ઘણી સીરિયલ્સમાં સાથે કામ કર્યું હતું પરંતુ બંને વચ્ચેનો સંબંધ ઓફ સ્ક્રીન કેવો હતો તે તો બધા જ જાણે છે. બિગ બોસના ઘરમાં પણ બંને વચ્ચે નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી.

