બોલિવૂડ સ્ટાર્સની લવ સ્ટોરી જેટલી હેડલાઇન્સમાં રહે છે તેટલી જ બ્રેકપ પણ ચર્ચામાં રહે છે. ઘણા સ્ટાર્સે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, તેથી ઘણા સ્ટાર્સે આ વાતને લગ્ન સુધી પહોંચવા દીધી ન હતી. કેટલાક સ્ટાર્સનું બ્રેકઅપ પણ એવા હદે પહોંચી ગયું કે મામલો એટલો વધી ગયો કે મારામારીના સમાચાર પણ આવવા લાગ્યા. આ સ્ટાર્સમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. જાણો સેલેબ્સ અને તેમના બ્રેકઅપ વિશે, જે સૌથી વધુ ચર્ચામાં રહી હતી.

image socure

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના અફેરની ચર્ચા આજે પણ બૉલીવુડના વર્તુળોમાં સૌથી વધુ છે. આ બંનેની લવ સ્ટોરી હેડલાઇન્સમાં હતી, પરંતુ બ્રેકઅપ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું હતું. ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો.

image socure

સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ વિવેક ઓબેરોય સાથે ઐશ્વર્યા રાયનું નામ જોડાયું હતું. પરંતુ બંને વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં જ રસ્તાઓ અલગ થઈ ગયા. એક ઇન્ટરવ્યૂમાં પણ વિવેકે કહ્યું હતું કે ઐશ્વર્યાનું દિલ પ્લાસ્ટિકનું છે.

image socure

સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરની પણ ઘણી ચર્ચા થઇ હતી. પરંતુ જ્યારે સંજય દત્ત જેલના સળિયા પાછળ પહોંચ્યો ત્યારે માધુરીએ તેનાથી દૂરી બનાવી લીધી હતી. આ પછી સંજય દત્ત અને માધુરી દીક્ષિતને લઈને અનેક પ્રકારની વાતો થતી હતી.

image socure

દીપિકા પદુકોણ અને રણબીર કપૂરે પણ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. પરંતુ બંનેનું બ્રેકઅપ ટૂંક સમયમાં જ થઇ ગયું. જો કે ઘણા ઇન્ટરવ્યુમાં દીપિકાએ રણબીરે તેની સાથે છેતરપીંડી કરી હોવાનો હિન્ટ આપી દીધો છે.

image soucre

હૃતિક રોશન અને કંગના રનૌતની લવસ્ટોરીની શરૂઆત ફિલ્મ ‘ક્રિશ’થી થઇ હતી. પરંતુ થોડા જ સમયમાં બ્રેકઅપ થઈ ગયું. જોકે કંગના હૃતિક સાથેના બ્રેકઅપની વાત સૌની સામે લાવી હતી. અભિનેતા પર ઘણા આક્ષેપો પણ થયા હતા.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *