આમ તો આપણા બાળપણ વિષે આપણા માતાપિતા જ સારી રીતે જાણતા હોય છે. આપણને બાળપણમાં શું ગમતું હતું શું નહોતું ગમતું. આપણી પાસે તો કેટલીક આછી યાદો જ આપણા બાળપણની હોય છે. પણ જ્યારે જ્યારે આપણા હાથમાં બાળપણની તસ્વીરો આવી જાય કે તરત જ આપણે આપણી જ નાનકડી જાતના પ્રેમમાં પડી જઈએ છીએ. આપણને હંમેશા આપણા નાનપણના ફોટોઝ ક્યુટ લાગતા હોય છે.
આપણે જ્યારે જ્યારે પણ આપણા જુના ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ ત્યારે એક અલગ જ લાગણી આપણામાં ઉત્પન્ન થઈ જાય છે ! અમે પણ ખાતરી સાથે કહી શકીએ છીએ કે તમે પણ આ જ લાગણી અનુભવતા હશો.
આપણને આપણા બાળપણના ફોટોગ્રાફ્સ તો ગમતા જ હોય છે પણ જાણીતી સેલિબ્રિટિ નાનપણમાં કેવી લાગતી હશે તેનું કુતુહલ પણ આપણને હંમેશા રહ્યા કરે છે માટે જ્યારે જ્યારે સોશિયલ મિડિયા પર તેમની તસ્વીરો અપલોડ થાય કે તરત જ વાયરલ થઈ જતી હોય છે.
આજે ભારતનું અતિ લોકપ્રિય કુટુંબ કોઈ હોય તો તે છે ધી અંબાણી ફેમિલિ, તેમના ઘરમાં થતાં લગ્નથી માંડીને એન્યુઅલ બિઝનેસ મિટિંગથી લઈને ઘરના સભ્યોની જાહેર હાજરી આ દરેક પ્રસંગે તેમની સેંકડો તસ્વીરો પાપારાઝીઓ લેતા હોય છે અને સોશિયલ મિડિયા પર તેનું ધૂમ શેયરિંગ થતું હોય છે.
અત્યાર સુધી તો માત્ર પાપારાઝીની નજર અંબાણી ફેમિલિના મુખ્ય સભ્યો મુકેશ અંબાણી તેમના પત્ની નિતા અંબાણી અને તેમના દીકરાઓ પર રહેતી હતી પણ ગયા વર્ષે જ્યારે તેમના બન્ને સંતાનો ઇશા અને આકાશ અંબાણીના લગ્ન થતાં તેમના કુટુંબમાં બે નવા સભ્યોનું આગમન થયું અને આ બન્ને પર પણ પાપારાઝીઓના કેમરાની નજર એકધારી રહેવા લાગી.
ખાસ કરીને નિતા અંબણીની વહુ શ્લોકા મેહતા અંબાણી આજે પાપારાઝીમાં ઘણી લોકપ્રિય છે. તેણીના નામના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફેન અકાઉન્ટ પણ છે જેના પર તેણીની અને અંબાણી કુટુંબની લેટેસ્ટ તસ્વીરો શેયર કરવામાં આવે છે.