Svg%3E

જ્યારે 1556માં અકબરે દિલ્હીમાં રાજપાઠ સંભાળ્યો ત્યારે સૌ પહેલાં તો બધુ સારું ચાલી રહ્યું હતું. આ પછી 4 વર્ષનો સમય પસાર થયો અને હંગેરીના એક ઘરમાં 1560ના સમયમાં એક યુવતીનો જન્મ થયો. આ જગ્યા ભારતથી 6000 કિમી દૂર હતી. તેનું નામ એલિઝાબેથ બાથરી રખાયું. કોને ખબર હતી કે આ મહિલા ઈતિહાસની સૌથી મોટી કાતિલ મહિલા બનશે. કોણ જાણે કેમ આ મહિલા સુંદરતાની દુશ્મન હતી.

આ કારણે એલિઝાબેથને કહેવાય છે કાતિલ મહિલા

Svg%3E
image source

એલિઝાબેથને શરૂઆતથી જ સુંદરતાથી નફરત હતી. તે કારણ વિના જ અન્ય લોકોને નુકસાન પહોંચાડતી રહેતી. તેની આ આદતથી અનેક લોકો પરેશાન રહેતા. તે સુંદરતાની દુશ્મન તો હતો પણ સાથે ક્યારેક તે હદ વટાવી દેતી. તે સુંદર યુવતીઓનું લોહી ચૂસી લેતી અને તેનાથી સ્નાન પણ કરતી. તેને લાગતું હતું કે આમ કરવાથી તે યુવાન દેખાશે. પોતાની સુંદરતા કાયમ રહે તે માટે તેણે 600થી વધારે યુવતીઓના જીવ પણ લીધા હતા. આ કારણે એલિઝાબેથને ઈતિહાસમાં પસંદ કરાતી નથી.

પરિવારની મદદથી એલિઝાબેથના કામ થતા સરળ

આ પરિવારના તમામ લોકો ક્રૂર હતા. એલિઝાબેથને તેમનો પરિવાર જ આવા વિકૃત કામમાં મદદ કરતો હતો. સંબંધીઓ પણ બાળપણથી જ બાળકોને આવું જ શીખવતા. માનવામાં આવી રહ્યું છે કે એલિઝાબેથને ક્રૂર બનાવવામાં તેના કાકીએ મદદ કરી હતી. તેની પાસેથી એલિઝાબેથ શીખી કે કોઈને નુકસાન કઈ રીતે પહોંચાડી શકાય અને ક્રૂરતા શું છે.

પતિ પણ ક્રૂર મળતાં સોને પે સુહાગા

Countess Elizabeth Bathory Mercilessly Killed 650 Girls | Criminal
image soucre

પહેલાંના સમયમાં જેમ નાની ઉંમરમાં લગ્ન કરાવી દેતા હતા તે નિયમ અનુસાર એલિઝાબેથના લગ્ન પણ નાની ઉંમરમાં એટલે કે 15 વર્ષે થઈ ગયા. તેના પતિનું નામ ફેરેન્ક બીજા નાડાસ્કી હતું. તેના પતિની ઉંમર 19 વર્ષની હતી. તુર્કીમાં તે સમયે થયેલા યુદ્ધનો તે હીરો ગણાતો હતો. એલિઝાબેથ તેના પતિની સામે ક્રૂરતા આચરતી અ્ને પતિ જોતો રહેતો. પતિની સામે તે સુંદર યુવતીઓને મારીને તેનું લોહી ચૂસી લેતી અને પછી તેનાથી સ્નાન કરતી. પરિવારની ક્રૂરતાનો પાઠ તેની નસ નસમાં વણાઈ ચૂક્યો હતો. એલિઝાબેથના પરિવારની વાત કરીએ તો લગ્ન બાદ તેને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો એમ કુલ 4 સંતાનો છે. પરિવાર થોડો સમય સાથે રહ્યો ત્યાં જ 48 વર્ષની ઉંમરે એલિઝાબેથના પતિનું નિધન થયું અને પછી તે સ્લોવેકિયામાં સ્થાયી થઈ. હવે તેણે યુવતીઓની હત્યા કરવા અને તેમની પર ક્રૂરતા આચરવા માટેનું કામ તેના ખાસ નોકરોને સોંપી દીધું હતું.

આ રીતે આદત વધુ મજબૂત બની

Svg%3E
image source

એક વખતની વાત છે. જયારે રાણી એલિઝાબેથ તૈયાર થઈ રહી હતી ત્યારે તેની દાસીએ તેને તૈયાર કરતી સમયે તેના વાળ ખેચી નાંખ્યા. આ સમેય એલિઝાબેથે તેને એક લાફો ઝીંકી દીધો. આ લાફો એવો ભયાનક હતો કે દાસીના મોઢા પરથી લોહી નીકળવા લાગ્યું. થોડા સમય બાદ એલિઝાબેથે અનુભવ્યું કે દાસીનું લોહી તેના હાથના જે ભાગ પર લાગ્યું તે ભાગ યુવાન અને સુંદર બની ગયો હતો. બસ આ દિવસથી તે પોતાને યુવાન બનાવી રાખવા માટે અન્ય મહિલાઓનું લોહી ચૂસવા લાગી અને અને પછી તે લોહીથી સ્નાન કરતી. માન્યતા છે કે જે પણ યુવતી એલિઝાબેથના મહેલમાં ગઈ છે તે ક્યારેય જીવિત પરત ફરી નથી. તેઓ હંમેશા ગરીબ યુવતીઓનો લાભ લેતા. એક બાદ એક એલિઝાબેથે તેના જીવનમાં એક નફરતના કારણે 600 યુવતીઓનો જીવ લીધો પણ આજ સુધી કોઈ કંઈ કરી શક્યું નથી.

તે સમયે ન હતી ફાંસીની પરંપરા

Svg%3E
image source

એક વાર એલિઝાબેથ અને તેણે નીમેલા નોકરો પર 80 મોતનો આરોપ મૂકાયો અને તે સાબિત થયો. જો કે આંકડો તો 600નો હતો. પરંતુ રાણી એલિઝાબેથ શાહી પરિવારની દીકરી હોવાથી તેમને ફાંસી પર લટકાવાઈ શકે તેમ ન હતું. આ કારણે તેમને સજા આપવામાં આવી અને તે એ કે તેમને એક રૂમમાં એકલા જ બંધ કરી દેવાયા. આ રૂમમાં પણ તે સાડા 3 વર્ષ સુધી સમય પસાર કર્યા બાદ નિધન પામ્યા હતા. તેમના નિધનથી અનેક મહિલાઓનું જીવન બરબાદ થતાં અટક્યું હતું. અને મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju