આર્યુવેદિક ગુણોથી ભરપૂર ગ્રીન ટીનુ સેવન હેલ્થ તેમજ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે ગ્રીન ટીથી થતા અનેક હેલ્થ બેનિફિટ્સ વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ આજે અમે તમને ગ્રીન ટીમાંથી બનતી અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ વિશે જણાવીશું. ગ્રીન ટીથી નેચરલ ગ્લો આવે છે અને કોઇ પણ પ્રકારનુ નુકસાન થતુ નથી. ગ્રીન ટીમાં અનેક તત્વો એવા હોય છે જેમાંથી સ્કિનને લગતા અનેક ઘણા ફાયદાઓ થાય છે. તમને જણાવી દઇએ કે, તમે જો બહારની કેમિકલવાળી પ્રોડક્ટસનો ઉપયોગ કરો છો તેનાથી તમારી સ્કિનને અનેક ઘણુ નુકસાન થાય છે. એક અહેવાલ અનુસાર જો આવી પ્રોડક્ટસનો તમે વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમને તેનાથી કેન્સર થવાના ચાન્સિસ પણ વધી જાય છે.
તમને જણાવી દઇએ કે, ગ્રીન ટી એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમારી સ્કિનને ખૂબસુરત બનાવવામાં મદદરૂપ થાય છે. તો આજે જાણી લો તમે પણ ગ્રીન ટીમાંથી બનતી નેચરલ પ્રોડક્ટ્સ વિશે…
ટોનર
1 કપ પાણીમાં બે ગ્રીન ટીની બેગ્સ, 1 ટી સ્પૂન લીંબૂ અને ખીરાને મિક્સ કરીને તેને ગેસ પર ધીમી આંચે મુકો. ત્યારબાદ તેને બરાબર ઉકાળો અને થોડીવાર રહીને ફ્રીજમાં મુકી દો. પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને મોઇસ્યુરાઇઝર લગાવ્યા પછી ટોનરની જેમ ઉપયોગ કરો.
સ્ક્રબ
એક ગ્રીન ટી બેગને અડધા કપ પાણીમાં ઉકાળીને તેને ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ મિક્સ કરીને તેનાથી ચહેરા પર સ્ક્રબ કરો. સ્ક્રબ કરતી વખતે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, સ્ક્રબને હળવા હાથથી મસાજ કરવું. જો તમે આ સ્ક્રબનો અઠવાડિયામાં ત્રણ વાર ઉપયોગ કરો છો તેનાથી તમારી સ્કિન એકદમ સોફ્ટ રહે છે અને પિંપલ્સ જેવી સમસ્યા પણ થતી નથી.