દુનિયામાં એવી અનેક ચીજવસ્તુઓ અને અજાયબીઓ છે જેના વિષે જાણીને આપણને નવાઈ થયા વિના ન રહે. દાખલા તરીકે મધ. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે કે તે ક્યારેય બગડતો નથી. અને તેનો પુરાવો મિસ્રની પ્રાચીન મમી સાથે પણ જોડાયેલો છે. અસલમાં પ્રાચીન મિસ્રની મમીની શોધ દરમિયાન વૈજ્ઞાનિકોને મમી સાથે આજુબાજુ પડેલી વસ્તુઓમાં મધ પણ મળ્યું હતું અને તે હજારો વર્ષ જૂનું મધ એકદમ સુરક્ષિત અને ખાવાલાયક પણ હતું.
આવા તો અનેક રોચક તથ્યો છે જે આપણા જ્ઞાનમાં વધારો કરે છે તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ થોડા રોચક તથ્યો વિષે જાણીએ.
શું તમને ખબર છે કે તમારા નાખ શેમાંથી બનેલા છે ?
મોટાભાગના લોકો માટે આ માહિતી અચરજ પમાડે તેવી રહેશે કે માણસના નખ અસલમાં કેરાટિન નામના પ્રોટીનથી બનેલા હોય છે અને ફક્ત નખ જ નહિ પણ માણસના બાલ પણ આ જ કેરાટિન પ્રોટીનથી બનેલા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શીંગડા ધરાવતા જાનવરોના શીંગડા પણ આ તત્વથી બનેલા હોય છે.
સૌથી મોટા ઈંડા આપતું પક્ષી
શાહમૃગ એવા પક્ષીઓ પૈકી છે જે ઉડી પક્ષી હોવા છતાં ઉડી નથી શકતા. સાથે જ તે તેના કદના અન્ય પક્ષીઓની સરખામણીએ સૌથી મોટા કદના ઈંડા દેનારું પક્ષી પણ છે. તમને કદાચ જાણ ન હોય તો જણાવી દઈએ કે શાહમૃગની એક ખાસિયત એ પણ છે કે તેના આંખો તેના મગજ કરતા પણ મોટા આકારની હોય છે.