પરવીન બાબીએ આ પ્રખ્યાત અભિનેતા પર તેની જાનથી હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો, તે બધાને મળતી ત્યારે રેકોર્ડર ઓન જ રાખતી હતી.
આજે પણ લોકો બોલીવુડની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીને યાદ કરે છે. પરવીને બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમનું જીવન ઘણું રહસ્યમય રહ્યું હતું. હા, પરવીને તેની કારકિર્દીમાં ઘણું બધું હાંસલ કર્યું હતું, પરંતુ અંગત જીવન ખૂબ જ દુઃખ અને પીડાથી પસાર થયું હતું. એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી પરવીન બાબીની સુંદરતાના ઘણા ચાહકો હતા પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈ તેને અપનાવવા તૈયાર નહોતું.
હા, અને આને જ કારણે, તેને જીવનમાં એક ખતરનાક રોગે જકડી લીધી હતી અને અભિનેત્રીની હાલત પાગલ જેવી થઈ ગઈ. એટલું જ નહીં, આ અભિનેત્રીનું મોત પણ ઘણું દુઃખદાયક થયું હતું, જે સાંભળીને કોઈનું પણ આત્મા કંપી જાય. એવું કહેવામાં આવે છે કે પરવીન બાબી તેની સુપરહિટ કારકીર્દિ છોડીને અમેરિકાના એક બાબા પાસે ચાલી ગઈ હતી અને લગભગ 6 વર્ષ પછી તે ત્યાંથી પાછી આવી હતી.
તે પછી કેટલાક લોકોએ કહ્યું હતું કે એ અભિનેત્રી સ્કિઝોફ્રેનિઆથી પીડાઈ રહી હતી, તો કેટલાક અન્ય લોકોએ કોઈ અલગ જ ડિસઓર્ડર વિશે જણાવ્યું હતું. પરંતુ દારૂના વ્યસને આ અભિનેત્રીની હાલત વધુ ખરાબ કરી હતી.
તમને જણાવી દઈએ કે પરવીનને અમિતાભ બચ્ચન સાથે 1974 માં આવેલી ફિલ્મ ‘મજબૂર’ સાથે સફળતા મળી હતી. આ પછી તેની સાથે ‘દીવાર’, ‘અમર અકબર એન્થોની’, ‘શાન’ અને ‘કાલિયા’ જેવી ફિલ્મ્સ આવી હતી. 1976 માં, પરવીન બાબી આઇકોનિક મેગેઝિન ટાઇમના કવર પર દર્શાવવામાં આવી હતી. ફિલ્મ કારકિર્દીમાં પરવીન બાબી પણ ફિલ્મ કેરિયરના પ્રેમમાં પડી ગઈ હતી. તેમજ પરવીન બાબી ડેની, કબીર બેદી અને મહેશ ભટ્ટના પ્રેમમાં ફસાયેલી હતી, પરંતુ અંગત જીવનમાં તે ક્યારેય પોતાનું ઘર વસાવી શકી નહોતી.
તેમજ મહેશ ભટ્ટે પરવીન બાબી અને તેમના સંબંધો પર આધારીત આત્મકથાત્મક ફિલ્મ ‘અર્થ’ (1982) બનાવી હતી. જેના લેખક અને દિગ્દર્શક તેઓ પોતે જ હતા. ત્યારબાદ તેમણે તેમના અને પરવીન બાબી વચ્ચેના સંબંધોના તથ્યો પર આધારીત બીજી એક ફિલ્મ લમ્હે (2006) બનાવી, જેના લેખક અને દિગ્દર્શક પણ તેઓ પોતે જ હતા.