ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા.

1. પુરાણ અને ઉપનિષદે જ નહીં વાસ્તુએ પણ માન્યું.

image source

ગાયને હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. પુરાણો અને ઉપનિષદોમાં પણ ગાય માતાની સેવાને સર્વોપરી ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ગાયની સેવાનું અલગ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ગાય માતાની સેવા કરવામાં આવે તો વાસ્તુ સંબંધી ઘણી તકલીફો સરળતાથી દૂર કરી શકાય છે. પણ આના માટે અમુક નિયમ પણ બતાવવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ એ ક્યાં નિયમો છે અને આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં કઈ ખુશીઓ આવે છે

2. આવી રીતે કરવી જોઈએ શરૂઆત.

image source

જો તમે વાસ્તુદોષના કારણે દામ્પત્યમાં કષ્ટ કે પછી નિઃસંતાનપણાની તકલીફથી ઝઝુમી રહયા હોય તો સૌથી પહેલા ઘરે એક ગાય લઈ આવો. એ પછી ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો સૌથી પહેલા ગાય માતાની પૂજા કરીને જ શુભ કાર્ય આરંભ કરો. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને દામ્પત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પુરી થાય છે.

3. આવું કરવાનું ક્યારેય ન ભૂલો.

image source

વાસ્તુ પ્રમાણે તમે ઘરમાં ગાય રાખી હોય કે ન રાખી હોય પણ વાસ્તુદોષ દૂર કરવા માટે ગાયને નિયમિત રૂપે રોટલી જરૂર ખવડાવો. ધ્યાન રાખો કે જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે એક ચોખ્ખી ડીશમાં પહેલી રોટલી અને એના ઉપર શાક મૂકી એને પગે લાગી અલગ મૂકી દો. અને પછી જો ઘરમાં ગાય હોય તો એને ખવડાવી દો અથવા બહાર કોઈ ગાય દેખાય તો એને ખવડાવી દો. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે પોતાના ભોજન પહેલા ગાયને આ પ્રકારે રોટલી ખવડાવવાથી બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

4. ગાયના દૂધમાંથી જ બનાવો આ વસ્તુ.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં જ્યારે પણ પૂજાવિધિ કે કોઈ શુભ કાર્યનું આયોજન કરો ત્યારે ગાયના દૂધનું જ પંચામૃત બનાવો. એવું માનવામા આવે છે કે આનાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.જો તમે ઘરમાં ગાય રાખી હોય તો એના માટે ગૌશાળા અવશ્ય બનાવો. અને એનું પણ ધ્યાન રાખો કે ગૌશાળાની દીવાલ ઘરને અડીને જ હોય. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે ઘર નજીક બાંધેલી ગાય ઘરના બધા સભ્યોના દોષ દૂર કરે છે અને વિકારોને પણ રોકે છે.

5. આ વાતનું પણ રાખો ધ્યાન.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ગાયને ઘરે રાખવામાં સક્ષમ ન હોવું અથવા તમારી પાસે ગાયને રાખવા માટે પૂરતી જગ્યા ન હોય તો તમે ગાયનું પ્રતીક પણ રાખી શકો છો. પણ ધ્યાન રાખો કે એને હંમેશા દક્ષિણ- પૂર્વ દિશામાં જ રાખો. એવું કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે અને જાતકની શિક્ષા અને વ્યવસાયના વાસ્તુદોષના કારણે થતી તકલીફો એક એક કરીને દૂર થઈ જાય છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *