દિવાલો પર લગાવો વાસ્તુના હિસાબે તસ્વીરો, દૂર થશે તકલીફો અને ખુલી જશે ભાગ્ય… તકદીરને બદલી શકે તે રીતે કઈ તસ્વીરને કઈ દિશામાં મૂકવી જોઈએ જાણો…
આપણે આપણું ઘર હોય કે ઓફિસ હોય આપણે તેમાં અનેક વસ્તુઓ લઈને રાખીએ છીએ. આપને બજારમાંથી અનેક સુશોભનની વસ્તુઓ લઈએ છીએ અને તેમાંથી કેટલીય વસ્તુઓ અને પેન્ટિગ્સ આપણે દિવાલો પર પણ લગાવીએ છીએ. તમે જાણો છો? આપણાં ઘરમાં ભલેને શોભા વધારવા માટે લાવેલ વસ્તુઓ કેવી અસર કરે છે તેનો આપણને ખ્યાલ નથી આવતો હોતો. બની શકે કે તેની આપણાં ઘર પરિવારની શાંતિ ઉપર કે બરકત ઉપર નકારાત્મક કે માઠી અસર પડી શકે છે. આવો જાણીએ એવી કઈ તસ્વીરો, છબીઓ કે પેન્ટિગ્સ આપણાં ઘરની કે ઓફિસની દિવાલો પર રાખવાથી નુક્સાન થઈ શકે છે અને શેનાથી આપણને લાભ મળી શકે એમ છે.
પૂર્વ દિશા અને ઉત્તર દિશા
પૂર્વ દિશાએથી સૂર્યોદય થતો હોય છે, આ દિશાને સકારાત્મક ઊર્જા પ્રાપ્તિના મુખ્ય સ્ત્રોત તરીકે ખૂબ શુભ મનાય છે. અહીં ઊગતા સૂર્યની કુદરતી દ્રશ્યવાળી તસ્વીર, પેન્ટિગ કે છબી મૂકવી જોઈએ. પૂજાઘર કે ઘરમાં મંદિર મૂક્યું હોય એ કમરાના પૂર્વ દિશાએ સૂર્યવંશી ભગવાન રામના દરબારની છબી મૂકવી જોઈએ. જેથી પરિવારમાં એકતા અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય.
ફળ – ફૂલ હોય એવી તસ્વીરોને પણ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મૂકવી જોઈએ. સામાન્ય રીતે રસોડા પાસેની અને ડાયનિંગ ટેબલ પાસેની દિવાલ પર આ રીતની પેન્ટિગ મૂકાય છે. જ્યાંથી તાજગી અનુભવાય એવી ઊર્જા મળી રહે તે જરૂરી છે.
ધન કુબેરની દિશા