સગા બાપ દીકરા સાથે રોમાન્સ કરી ચુકી છે બોલીવુડની આ અભિનેત્રીઓ, નામ જાણીને થઈ જશો તમે ચકિત.
બોલીવુડમાં એકથી લઈને એક સુંદરઅભિનેત્રીઓ છે પછી એ પહેલાના સમયની હોય કે અત્યારના સમયની. બધી જ એકબીજાને બરાબરની સ્પર્ધા આપી શકે તેમ છે. બધી જ અભિનેત્રીઓનો સુંદરતા ખરેખર વખાનવાલાયક છે. તો બોલિવુડના અભિનેતાઓ પણ જરાય ઓછા ઉતરે એમ નથી. કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમને એમના જમાનાના અભિનેતા પર તો પોતાનો જાદુ ચલાવ્યો જ હતો પણ એમના દીકરા પર પણ જાદુ ચલાવવામાં સફળ રહી હતી. આજે અમે તમને એવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને ફિલ્મોમાં સગા બાપ દીકરા સાથે રોમાન્સ કર્યો છે.

જયા પ્રદા.

IMAGE SOURCE

વીતેલા જમાનાની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક જયા પ્રદાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપર હિટ ફિલ્મો આપી છે. જયા પ્રદાએ અભિનેતા ધર્મેન્દ્ર સાથે ગંગા તેરે દેશ મેં, શહજાદે, ફરીશતે જેવી ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. તો એમને ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ સાથે પણ વીરતા અને જબરદસ્ત જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

માધુરી દીક્ષિત.

IMAGE SOURCE

બોલીવુડની ડાન્સિંગ કહેવાતી માધુરી દીક્ષિતને તો તમેં ઓળખો જ છો.પોતાના લુક અને ડાન્સથી માધુરી દીક્ષિતે બધાને દીવાના બનાવી રાખ્યા છે. માધુરી દીક્ષિતે ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો. એ પછી માધુરી દીક્ષિત વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ મહોબ્બતમાં પણ જોવા મળી હતી.

ડિમ્પલ કપાડીયા.

IMAGE SOURCE

ફક્ત માધુરી દીક્ષિત જ નહી ડિમ્પલ કપાડીયાએ પણ વિનોદ ખન્ના અને એમના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. ડિમ્પલ કપાડીયાએ વિનોદ ખન્ના સાથે ખૂન કા કર્ઝ, બટવારા, લેકિન, જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તો ડિમ્પલ કપાડીયાએ વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ દિલ ચાહતા હે માં રોમાન્સ કર્યો હતો. એ ફિલ્મ પછી બંનેના પત્રોને હજી સુધી ખૂબ જ યાદ કરવામાં આવે છે.

હેમા માલિની

IMAGE SOURCE

બૉલીવુડની ડ્રિમ ગર્લ કહેવાતી હેમા માલિનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. હેમા માલિનીએ રાજ કપૂર સાહેબ સાથે ફિલ્મ સપનો કે સોદાગરમાં રોમાન્સ કર્યું હતું. તો એમને રાજ કપૂર સાહેબના દીકરા ઋષિ કપૂર સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે.

શ્રીદેવી.

IMAGE SOURCE

શ્રીદેવી બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર ગણાય છે. અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મ જગતને ઘણી હિટ ફિલ્મો આપી છે. શ્રીદેવીએ ફિલ્મ નાકાબંધીમાં ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું તો શ્રીદેવી ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ સાથે પણ ફિલ્મ રામ અવતારમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *