સુંદર કપડાં અને શૃંગાર એક મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જયારે તમને કોઈ કપડામાં બરાબર ફીટીંગમાં ના હોય કે પછી તમે એને પહેરીને પોતાની જાતને ભદ્દી મહેસુસ કરીએ ત્યારે આપણે ઘણા પરેશાન રહીએ છીએ. આ સ્ત્રી માટેનો એક એવો સમયગાળો છે જેમાં સ્ત્રી પોતાના બેબી બમ્પને કારણે કપડાં પહેરવામાં થોડોક ખચકાટ તો ક્યારેક કેવા લાગશે જેવી ફિલિંગ સાથે અસહજ અનુભવે છે. અને જો આવા સમયે બેબી બમ્પ સાથે તમારે સાડી પહેરવી પડે તો તમે ખૂબ મૂંઝવણ અનુભવો છો. પરંતુ પ્રેગનન્સીમાં સાડી પહેરવી એટલી પણ મુશ્કેલ નથી. તો આવો આજે અમે તમને જણાવીશું કે, પ્રેગન્સીના સમયમાં તમે કોઈ પણ પ્રકારની પરેશાની વગર સાડી પહેરી શકશો અને પ્રેગનન્સીનો નિખાર તમારા ચહેરા પર પણ દેખાશે.
અમે તમને સાડી પહેરવાની થોડીક સ્ટાઇલ બતાવીશુ જેને કારણે તમે પ્રેગનન્સીના સમયમાં પણ કોઈ પણ પાર્ટી ફંકશનમાં સાડી ટ્રાય કરી શકશો.
પ્રેગનન્સી વખતે સાડી પહેરવાની પર્ફેક્ટ સ્ટાઇલ.
1.બંગાળી સ્ટાઇલ
જો તમે પ્રેગનન્ટ છો અને બેબી બમ્પને કારણે તમારો કોઈ પાર્ટીનો પ્લાન કેન્સલ કરી રહ્યા છો તો રહેવા દો કારણકે બંગાલી સ્ટાઇલ સાડી પહેરીને તમે પાર્ટી કે ફંકશન માણી શકો છે. આ સાડી પહેરવાથી રીત તમને આરામદાયક લાગશે પરંતુ આને સરખી રીતે પહેરવી ખૂબ જરૂરી છે. આમાં બહુ પાટલી(પલ્ટિંગ) કરવી પડતી નથી આને મસ્ત લૂક આપવા માટે એને ફોલ્ડ (સિલવટ) કરવામાં આવે છે. જેમ તમારો પલ્લું ખભાની નીચેની તરફ આવે છે જે તમારો બેબી બમ્પ છુપાવવામાં તમારી મદદ કરશે.
2.ગુજરાતી સ્ટાઇલ