રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપવા માટે કપૂર અને ભટ્ટ ફેમિલી વેન્યુ પર પહોંચી ગયા છે. પૂજા બાદ રણબીર-આલિયાની મહેંદી સેરેમની કરવામાં આવી છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવી છે. મહેંદી વિધિ એ પૂજા પછી લગ્નની સૌથી પહેલી વિધિ છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયાની મહેંદી સેરેમની બાદ અન્ય તમામ વિધિઓ થશે.