Svg%3E

મનોરંજન જગતમાંથી આજે એક સારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. જાણકારી અનુસાર, એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. આનંદ આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી આપી હતી.

આ મેસેજમાં સોનમ અને આનંદે કહ્યું હતું કે, ’20 ઓગસ્ટ 2022ના દિવસે એક ખુબસુરત દીકરાના માતા-પિતા બન્યા છે અને તે બેહદ ખુશ છે અને ભગવાનનો આભાર માનું છું. આ સાથે જ ડોક્ટર અને નર્સને પણ ધન્યવાદ કહું છે. હજુ તો શરૂઆત થઇ છે પરંતુ જાણીએ છીએ કે, હવે તેની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ છે.’

Svg%3E
image soucre

સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. સોનમ કપૂરે પણ બેબી બમ્પ ફ્લૉન્ટ કરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

ડિલિવરી પછી સોનમનો આ છે પ્લાન

પ્રેગ્નન્સીની શરૂઆતમાં સોનમ પોતાના પતિ સાથે લંડનમાં હતી. પરંતુ ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે મુંબઈ પાછી આવી હતી. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર, સોનમ ડિલિવરી બાદ છ મહિના તેના માતાપિતાના ઘરે રહેશે અને બાદમાં તેના દિલ્હી અથવા લંડનના ઘરે જશે. સોનમ તેના કામ માટે મુસાફરી કરતી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Svg%3E
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju