કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ફેલાઈ રહ્યો છે. દરમિયાન બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી આ વાયરસની ઝપટમાં આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે. આ દરમિયાન તેમણે એ લોકોને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા કહ્યું છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં અભિનેતાને મળ્યા છે. જો કે, અભિનેતા સિવાય તેમના પરિવારના અન્ય કોઈ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી.

— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022

અમિતાભ બચ્ચે પોતાના ટ્વીટમાં લખ્યું છે, ‘મારૂં હાલમાં કોવિડ પોઝિટિવ પરીક્ષણ થયું છે. એ તમામ લોકો જેઓ મારી આસપાસ રહ્યા છે. તેઓ કૃપા કરીને પોતાનો ટેસ્ટ કરાવી લે.’ અભિનેતાના આ ટ્વીટ પછી તેમના પ્રશંસકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ ટ્વીટની કોમેન્ટ્સમાં પ્રશંસકો અમિતાભને તેમની તબિયત અંગે પૂછી રહ્યા છે. અનેક ચાહકોએ અમિતાભને પોતાની કાળજી રાખવા અને ઝડપથી સ્વસ્થ થવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં અમિતાભ બચ્ચન ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં વ્યસ્ત છે. તેઓ તેમાં સતત વિવિધ લોકોને મળી રહ્યા છે. અગાઉ 2020માં પણ KBCના શૂટિંગ વખતે જ અમિતાભ કોરોના સંક્રમિત થયા હતા.

બિગ બી રસીના બે ડોઝ લઈ ચૂક્યા છે

અમિતાભ બચ્ચને રસીનો પહેલો ડોઝ એપ્રિલ 2021માં અને બીજો ડોઝ મે 2021માં લીધો હતો. બિગ બી દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રસીકરણની તસવીર પણ શેર કરવામાં આવી હતી.

અગાઉ વર્ષ 2020માં પણ થયા હતા સંક્રમિત

Celebrities who tested Covid positive | Deccan Herald
image soucre

અમિતાભ બચ્ચન વર્ષ 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા. આ દરમિયાન અભિનેતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા દિવસો સુધી સારવાર હેઠળ રહ્યા હતા. ત્યારે તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. આજે ફરી બિગ બી કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવતા પ્રશંસકો ચિંતિત થયા છે અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Three generations of Bollywood's Bachchan family hit by COVID-19 | The Japan Times
image soucre

અગાઉ વર્ષ 2020માં અમિતાભની સાથે તેમના પરિવારના સભ્યો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. એ વખતે પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના થયો હતો. જ્યારે વર્ષ 2022ના શરૂઆતના દિવસોમાં જ બિગ બીના ઘરના એક કર્મચારીને પણ કોરોના થયો હતો.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *