બિગ બીનો કોરોના રિપોર્ટ નેગેટિવ
અમિતાભે આજે એટલે કે 1 સપ્ટેમ્બરે બ્લોગમાં કહ્યું હતું, ‘કામ પર પરત…તમારી પ્રાર્થના માટે આભારી છું. ગઈ કાલ રાત્રે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 9 દિવસનું આઇસોલેશન પૂરું થયું. આમ તો સાત દિવસ જરૂરી છે. હંમેશાંની જેમ તમને બધાને પ્રેમ. તમે આ કોરોના પીરિયડ દરમિયાન ઘણાં જ દયાળું ને ચિંતિત રહ્યા. પરિવારે મારી ઘણી જ કાળજી રાખી. તમારા બધાનો હાથ જોડીને આભાર માનું છું.’