વિશ્વની તમામ વ્યક્તિઓ એવું ઈચ્છે છે કે, તેમની પર ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા માટે જળવાઈ રહે. એના માટે લોકો નવા નવા મંત્રોનો જાપ કરતા રહે છે, માતા લક્ષ્મીના મંદિરે દર્શન કરવા માટે જાય છે આ સાથે જ આવી ઘણી બધી માન્યતાઓનું પણ અનુસરણ કરે છે. જયારે ઘણા બધા લોકો એવા પણ છે જેઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ તેમની પર માતા લક્ષ્મીની કૃપા થતી નથી. આજે આ લેખમાં અમે આપને એવી ૫ પાંચ વસ્તુઓ વિષે જણાવીશું જેને આપે ઘરમાં રાખવાથી આપની પર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે.

image source

જો આપ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ આપના ઘરમાં માતા લક્ષ્મી વાસ નથી કરી રહી તો આપે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો આપની પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. હિંદુ ધર્મના પુરાણો અને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘરમાં કેવા પ્રકારની વસ્તુઓ રાખવી જોઈએ અને કેવા પ્રકારની વસ્તુઓને ઘરની બહાર કાઢી દેવી જોઈએ. તેના વિષે વિસ્તારથી જણાવીશું.

માટલીનો ઘડો:

image soucre

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરમાં માટીનો ઘડો કે પછી સુરાહી એટલે કે, માટીનો જગ અવશ્ય રાખવો જોઈએ. આપે માટીના ઘડાને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ઉઓરાંત આપે માટીના ઘડાને ક્યારેય પણ ખાલી રાખવો જોઈએ નહી. આપે ઘરની ઉત્તર દિશામાં માટીના ઘડાને પાણીથી ભરીને રાખવો જોઈએ. જો આપ આવું કરો છો તો અપના ઘરમાં માતા લક્ષ્મી અવશ્ય નિવાસ કરશે. જેનાથી અપના ઘરમાં ક્યારેય પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી. પરંતુ જો આપ માટીના ઘડાને ખાલી રાખો છો તો તે ખરાબ માનવામાં આવે છે.

પંચમુખી સંકટ મોચન હનુમાનજીની મૂર્તિ રાખવી.:

image soucre

આપે ઘરમાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે પછી ફોટો અવશ્ય રાખવા જોઈએ. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આપે પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે પછી ફોટોને ઘરના દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ. પંચમુખી હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે. જે આપના આખા પરિવારને તમામ પ્રકારના સંકટોથી બચાવશે. આમ કરવું શુભ માનવામાં આવે છે.

માતા લક્ષ્મી અને કુબેરની મૂર્તિ સ્થાપિત કરવી:

image source

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. અને કુબેર દેવને ખજાનાના રક્ષક માનવામાં આવે છે. કુબેર દેવ સુખ અને સંપત્તિના દેવતાના રૂપે પૂજા કરવામાં આવે છે. એટલા માટે ભગવાન કુબેરને ઘરમાં અવશ્ય રાખવા જોઈએ. આપે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પ્રતિમાને રાખવી શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક નું ચિન્હ પણ અવશ્ય લગાવવું જોઈએ. આમ કરવાથી અપના ઘરમાં માતા લક્ષ્મી અવશ્ય નિવાસ કરશે. આપે પૂજાઘરમાં ભગવાન કુબેરનો ફોટો કે પછી મૂર્તિણી સ્થાપના કરવી જોઈએ.

ગંગાજળ:

image source

સનાતન ધર્મમાં ગંગાજળને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. આવામાં પ્રાણદાયિની માતા ગંગાને ઘરમાં અવશ્ય રાખવા જોઈએ. પુનમ અને અગિયારસ જેવા શુભ દિવસો દરમિયાન આપે અપના આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી આપના ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે.

મોરપંખ:

image source

મોરપંખને ભગવાન શ્રીકૃષ્ણનો અંશ માનવામાં આવે છે. એટલા માટે આપે ઘરમાં મોર પંખ અવશ્ય રાખવું જોઈએ. ઘરમાં મોરપંખ રાખવું શુભ માનવામાં આવે છે. ઘરમાં મોરપંખ રાખવાથી અપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *