પ્રેમ કરવાવાળા યુવાનોને ફેબ્રુઆરી મહિનાની ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે, કેમકે આ મહિને શરૂ થાય છે વેલેન્ટાઇન વીક. આખી દુનિયામાં આ પ્રેમ અને રોમાંસના અઠવાડિયાને મનાવવામાં આવે છે, જેની શરૂઆત રોઝ ડે થી થાય છે. ત્યારબાદ પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે, ટેડી ડે, હગ ડે, કિસ ડે અને પછી વેલેન્ટાઇન ડે. પ્રેમી જોડીઓ માટે આ આખું અઠવાડિયુ જ ગુલઝાર રહે છે. દુનિયાના અલગ- અલગ દેશોમાં વેલેન્ટાઇન ડે અલગ અલગ પ્રકારથી સેલિબ્રેટ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં વેલેન્ટાઇન ડે મનવવાની રીત જાણીને આપ હેરાન થઈ જશો. ચાલો જાણીએ કયા દેશમાં કેવી રીતે મનાવવામાં આવે છે વેલેન્ટાઇન ડે:
દુનિયાની રોમેન્ટિક જ્ગ્યાઓમાં ફ્રાન્સનું નામ આવે છે. ફ્રાન્સની પરંપરા છે કે વેલેન્ટાઇન ડે પર યુવક અને યુવતીના જોડી બનાવવામાં આવે છે અને જો યુવકને યુવતી પસંદ નથી તો બીજી યુવતીને પસંદ કરી શકે છે. ત્યાં જ જે છોકરીને કોઈ છોકરો પસંદ નથી આવતો ,તો તે બોનફાયર(આગ લગાવીને) છોકરનો ફોટો બાળી શકે છે.
ડેન્માર્ક:
ડેન્માર્કમાં વર્ષ ૧૯૯૦ થી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. પુરુષ મહિલાઓને એનોનીમસ એટલે કે નામ વગરના કાર્ડ મોકલે છે અને મિલાઓને તેમના નામનો અંદાજ લગાવવાનો હોય છે જો મહિલા નામ ઓળખી જાય છે, તેને પછી થી ઈસ્ટર એગ આપવામાં આવે છે.
બ્રાજીલ: