એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા અનિલ અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી. તે રિલાયન્સ એડીએ ગ્રુપના માલિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણીની ‘રાજમહેલ’ એન્ટિલિયાની જેમ અનિલ અંબાણીનું ઘર કોઇ મહેલથી ઓછું નથી. આવો અમે તમને જણાવીએ તેમના ઘરની ખાસિયતો, જેને જાણીને તમારા હોશ ઉડી જશે.
અનિલ અંબાણીનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. તેમના 17 માળના મકાનનું નામ છે એબોડેસ. તે લગભગ ૧૬૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
અનિલ અંબાણીનું આ સુપર લક્ઝરી ઘર છે બહારથી પણ એટલું જ સુંદર, અંદરથી છે એટલું જ વૈભવી . તે લગભગ 70 મીટર ઊંચું છે.
રિપોર્ટ્સ અનુસાર અનિલ અંબાણીના આ ઘરની કિંમત લગભગ 5 હજાર કરોડ છે. આમાં તે પોતાની પત્ની ટીના અને બાળકો સાથે રહે છે.
અનિલ અંબાણીના આ મહેલમાં સ્પા, સ્વિમિંગ પૂલ, જિમ તેમજ હેલિપેડ સહિતની ઘણી 7 સ્ટાર સુવિધાઓ છે.
ભારતના સૌથી મોંઘા ઘરોની વાત કરીએ તો અનિલ અંબાણીનો આ શાહી મહેલ ત્રીજા નંબર પર આવે છે.