Svg%3E

દક્ષિણ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા હંમેશા ચર્ચામાં રહે છે. આ ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે.ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આ ઘરમાં તેમની પત્ની નીતા અંબાણી અને તેમના બાળકો સાથે રહે છે. બકિંગહામ પેલેસ પછી ‘એન્ટીલિયા’ વિશ્વની બીજી સૌથી મોંઘી મિલકત હોવાનું કહેવાય છે. અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની કિંમત જાણીને તમારું પણ મોં ખુલ્લું રહી જશે.

અંબાણી પરિવારના ઘરની કિંમત 1500 કરોડ છે

અંબાણી પરિવારને આ ગામની મીઠાઈ સિવાય બીજી મીઠાઈ ભાવે જ નહીં, મુંબઈથી સ્પેશિયલ પ્રાઈવેટ જેટમાં લેવા જાય
image soucre

એડી અનુસાર, અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની કિંમત $2 બિલિયન છે, જેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો અંદાજે રૂ. 1,500 કરોડ થાય છે. આ ઘર 400,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં 27 માળ છે. ‘એન્ટીલિયા’ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે 8.0ની તીવ્રતાનો ભૂકંપ પણ તેને અસર ન કરે.

આ લક્ઝરી સુવિધાઓ એન્ટિલિયામાં હાજર છે

એપલના સીઈઓ અંબાણી પરિવારને આટલું માસિક ભાડું ચૂકવશે, રકમ જાણીને ચોંકી જશો - SATYA DAY
image socure

અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં સ્પા, બોલરૂમ, મંદિર, સલૂન અને આઈસ્ક્રીમ પાર્લર જેવી સુવિધાઓ છે. અંબાણી પરિવારના આ ઘરમાં એક સ્નો રૂમ છે. આમાં એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આર્ટિફિશિયલ આઈસ ક્યુબ્સ બનાવવાનું કામ કરે છે.

168 કાર પાર્કિંગ કરી શકાય છે

મુકેશ અંબાણીના એન્ટિલિયામાં એક સુપર મોંઘું ગેરેજ છે, જે 6ઠ્ઠા માળે છે. તેમાં કાર પાર્કિંગ માટે વિશાળ જગ્યા છે. એડી મુજબ આ ગેરેજમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. આ સિવાય એક મૂવી થિયેટર પણ છે, જેમાં 50 લોકો એકસાથે બેસીને ફિલ્મની મજા માણી શકે છે. અંબાણી પરિવાર ઘણીવાર આ ઘરમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન કરે છે.

અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટર શરૂ કર્યું

મુકેશ અંબાણીના પૌત્રની રિયલ એસ્ટેટ ટાઇકૂનની દીકરી સાથે થઇ સગાઈ, જાણો ક્યારે વાગશે લગ્નની શરણાઈ
image socure

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ‘મુકેશ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર’ લોન્ચ કર્યું હતું. અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વરુણ ધવન અને ઘણા હોલીવુડ સ્ટાર્સે ભાગ લીધો હતો. કલ્ચરલ સેન્ટરનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju