આમ તો આપણા બાળપણ વિષે આપણા માતાપિતા જ સારી રીતે જાણતા હોય છે. આપણને બાળપણમાં શું ગમતું હતું શું નહોતું ગમતું. આપણી પાસે તો કેટલીક આછી યાદો જ આપણા બાળપણની હોય છે. પણ જ્યારે જ્યારે આપણા હાથમાં બાળપણની તસ્વીરો આવી જાય કે તરત જ આપણે આપણી જ નાનકડી જાતના પ્રેમમાં પડી જઈએ છીએ. આપણને હંમેશા આપણા નાનપણના ફોટોઝ ક્યુટ લાગતા હોય છે.
આપણે જ્યારે જ્યારે પણ આપણા જુના ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ ત્યારે એક અલગ જ લાગણી આપણામાં ઉત્પન્ન થઈ જાય છે ! અમે પણ ખાતરી સાથે કહી શકીએ છીએ કે તમે પણ આ જ લાગણી અનુભવતા હશો.
આપણને આપણા બાળપણના ફોટોગ્રાફ્સ તો ગમતા જ હોય છે પણ જાણીતી સેલિબ્રિટિ નાનપણમાં કેવી લાગતી હશે તેનું કુતુહલ પણ આપણને હંમેશા રહ્યા કરે છે માટે જ્યારે જ્યારે સોશિયલ મિડિયા પર તેમની તસ્વીરો અપલોડ થાય કે તરત જ વાયરલ થઈ જતી હોય છે.
આજે ભારતનું અતિ લોકપ્રિય કુટુંબ કોઈ હોય તો તે છે ધી અંબાણી ફેમિલિ, તેમના ઘરમાં થતાં લગ્નથી માંડીને એન્યુઅલ બિઝનેસ મિટિંગથી લઈને ઘરના સભ્યોની જાહેર હાજરી આ દરેક પ્રસંગે તેમની સેંકડો તસ્વીરો પાપારાઝીઓ લેતા હોય છે અને સોશિયલ મિડિયા પર તેનું ધૂમ શેયરિંગ થતું હોય છે.
અત્યાર સુધી તો માત્ર પાપારાઝીની નજર અંબાણી ફેમિલિના મુખ્ય સભ્યો મુકેશ અંબાણી તેમના પત્ની નિતા અંબાણી અને તેમના દીકરાઓ પર રહેતી હતી પણ ગયા વર્ષે જ્યારે તેમના બન્ને સંતાનો ઇશા અને આકાશ અંબાણીના લગ્ન થતાં તેમના કુટુંબમાં બે નવા સભ્યોનું આગમન થયું અને આ બન્ને પર પણ પાપારાઝીઓના કેમરાની નજર એકધારી રહેવા લાગી.
ખાસ કરીને નિતા અંબણીની વહુ શ્લોકા મેહતા અંબાણી આજે પાપારાઝીમાં ઘણી લોકપ્રિય છે. તેણીના નામના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફેન અકાઉન્ટ પણ છે જેના પર તેણીની અને અંબાણી કુટુંબની લેટેસ્ટ તસ્વીરો શેયર કરવામાં આવે છે.
પણ તેમની કેટલીક એવી તસ્વીરો કે જે ને આપણે ભાગ્યે જ જોઈ શકીએ છીએ તેવી એટલે કે તેમની બાળપણની તસ્વીરો તાજેતરમાં ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ છે અને તેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસ્વીરોમાં આકાશ, ઇશા, અનંત જ નહીં પણ શ્લોકા અને આનંદ પિરામલ ઉપરાંત અનિલ અંબાણીના સંતાનોનો પણ સમાવેશ થાય છે.
અંબાણી કુટુંબ આજે એક સુખી અને હર્યું ભર્યું કુટુંબ છે. પણ એક વખતે એવો સમય આવ્યો હતો જ્યારે નિતા અંબાણી ક્યારેય માતા નહીં બની શકે તેવું કહેવામાં આવ્યું હતું. 2011માં કરવામાં આવેલા એક વાર્તાલાપમાં નિતા અંબાણીએ આ બાબતે પોતાની પિડા વ્યક્ત કરી હતી. તેણીએ આ વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તેણી હંમેશથી એક માતા બનવા માગતી હતી અને બાળપણમાં માતાના વિષય પર નિબંધ પણ લખતી હતી.
જ્યારે તેણીને પુછવામાં આવ્યું કે એવી કઈ વસ્તુ છે કે જેને તમે તમારા પાવર, તમારી સમૃદ્ધીથી નથી પામી શકતાં ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો “માતા બનવું. મારા લગ્નના થોડા વર્ષ બાદ, મને કેહવામાં આવ્યું કે હું ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકું. હું શાળામાં હતી ત્યારથી જ મને આ વિષય પર એક વળગણ હતું હું નિબંધમાં પણ “જ્યારે હું માતા બનીશ…”વિષયને પસંદ કરતી હતી. અને આજે 23 વર્ષની વયે મને કહેવામાં આવ્યું કે હું માતા નહીં બની શકું. હું તો સ્તબ્ધ રહી ગઈ. તેમ છતાં મારી નજીકની મિત્ર ડૉ. ફિરુઝા પરિખની મદદથી હું પહેલીવાર બે બાળકોની માતા બની શકી !”
છેવટે બધી જ નિરાશાઓ વચ્ચે નિતા અંબાણીને માતૃત્વ ભોગવવાનો અવસર મળ્યો. 1991માં નિતા અને મુકેશ અંબાણીને ત્યાં જેડિયા બાળકોનો જન્મ થયો, ઇશા અંબાણી અને આકાશ અંબાણી. આ બન્નેનો જન્મ ઇન વિટ્રો ફર્ટીલાઇઝેશન એટલે કે IVF દ્વારા થયો અને ત્રણ વર્ષ બાદ તેમના સૌથી નાના દીકરા અનંદ અંબાણીનો જન્મ થયો.
એક અહેવાલ પ્રમાણે નિતા અંબાણીની પ્રથમ ગર્ભાવસ્થામાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હતા કારણ કે બાળકો તેઓ ગર્ભાવસ્થાના નિયતકાળ કરતાં બે મહિના પહેલાં જ જન્મી ગયા હતા. જો કે સૌથી નાના દીકરા અનંત અંબાણીના જન્મ વખતે તેણીને કોઈ જ તકલીફ નહોતી પડી પણ ત્યાર બાદ તેણીનું વજન ખુબ વધી ગઈ હતી. તેણી તે વખતે 47 કીલોથી સીધી જ 90 કીલોની થઈ ગઈ હતી. તે વિષે તેણીએ જણાવ્યું હતું, “બધું જ બેવડું થઈ ગયું હતું, હું માતા બનીને એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે મેં મારી જાતને રોકી જ નહીં.”
નિતા અંબાણીએ હંમેશા પોતાના કુટુંબનો ખાસ ખ્યાલ રાખ્યો છે. ખાસ કરીને ઇશા, આકાશ અને અનંતના નાનેથી લઈને મોટા થવાના સમયગાળા દરમિયાન. તેમણે જ પોતાના પતિને આદેશ આપ્યો હતો કે તેમણે પણ પોતાના બાળકો પર ધ્યાન આપવું પડશે.
એક વાર્તાલાપમાં તેણીએ આ વિષે જણાવ્યું હતું, “મેં તેમને કહ્યું તમે ભલે તમારી રિલાયન્સ કંપની તેમજ દેશના ઉજળા ભવિષ્યને ઘડવામાં વ્યસ્ત હોવ પણ તમારે તમારા બાળકોને પણ ઘડવાના છે. હું એવું માનું છું કે માત્ર ક્વોલિટી ટાઈમ જ બાળકો સાથે નથી પસાર કરવાનો હોતો પણ સાથે સાથે અઢળક સમય પણ બાળકોને આપવો જરૂરી છે.”
અને તેમના આ જ ઘડતરની ઝલક અવારનવાર તેમના સંતાનોમાં જોવા મળે છે. થોડા સમય પહેલાં ઇશા અંબાણી પિરામલે એક ઇન્ટર્વ્યુમાં તે વિષે કંઈક આમ જણાવ્યું હતું, “અમારો વ્યવસાય કૌટુંબિક છે પણ તેનો અર્થ એ નથી થતો કે અમે કોઈ કુટુંબ ચલાવી રહ્યા છે. મારી માતા માટે જ્યારે હું શાળામાં કામ કરું છું ત્યારે અને મારા પિતા સાથે હું રિલાયન્સમાં કામ કરું છું ત્યારે અમારા સંબંધો બોસ અને એમ્પ્લોઇના જ હોય છે, અમે દરેક બાબતની ચર્ચા ખુબ જ સ્વસ્થ રીતે અને ખુલ્લા દીલે કરીએ છીએ. એકલા હું કોઈ જ નિર્ણય નથી લેતી. અમારે પણ મેનેજમેન્ટ તેમજ બોર્ડ્સને જવાબ આપવા પડે છે.”
ઇશાએ જણાવ્યું હતું કે તે અને તેનો જોડિયા ભાઈ આકાશ અંબાણી આઈવીએફ બાળકો છે. આ વિષે તેણી પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે, “મારા માતાપિતાએ અમને લગ્નના સાત વર્ષ બાદ મેળવ્યા હતા – મારો જોડિયા ભાઈ અને હું આઈવીએફ બાળકો હતા. જ્યારે મારી માતાએ અમને મેળવ્યા ત્યારે તેણી એક ફુલટાઇમ માતા બની ગઈ. પણ જ્યારે અમે પાંચ વર્ષના થયા ત્યારે તેણીએ ફરી કામ શરુ કરી દીધું. તેમ છતાં તેણી હંમેશથી એક ટાઈગર મોમ જ રહી છે.”
નિતા અંબાણી એક ઉત્તમ માતા તો છે જ પણ તેણી રિલાયન્સ એન્ટરપ્રાઇઝીસનું ઘણું બધું કામ સંભાળી રહી છે. ઇશા પોતાની માતા પાસેથી શું શીખી તે જણાવતા કહે છે, “મારું એવું માનવું છે કે સ્ત્રીઓ બધું જ મેળવી શકે છે, મને ખબર છે અમારા લોકોનો ઉછેર કરવા માટે મારી માતાએ બધું જ પડતું મુકી દીધું હતું. પણ જેવા અમે મોટા થયા કે તરત તેમણે ઘર અને પોતાનું કામ બન્ને ખુબ જ સંતુલિત રીતે સંભાળી લીધા હતા. તેમને જ્યારે હું આ બધા જ પાત્રોને સંતુલિત રીતે ભજવતા જોઉં છું જેમ કે એક ફુટ ટાઈમ મધરથી લઈને એક બિઝનેસ વુમન તરીકે ત્યારે મને એ શીખ મળે છે કે સ્ત્રીના જીવનના દરેક પાસા મહત્ત્વના છે અને તેની સાથે કેવી રીતે વર્તવું.”
ઇશાએ આ જ વાર્તાલાપમાં જ્ન્ડર ઇક્વાલિટિ વિષે પણ ખુબ સરસ જણાવ્યું હતું, “હું જેન્ડર ઇક્વાલીટીમાં સંપુર્ણ પણે વિશ્વાસ ધરાવું છું, અને સાથે સાથે કાર્યબળમાં પણ સમાનતા હોવી જોઈએ તેવું માનું છું. કારણ કે મોટા થતાં થતાં મને એ જ શિખવવામાં આવ્યું છે કે જે મારા ભાઈઓ કરી શકે છે તે હું પણ કરી શકું છું. માટે એક વર્કીંગ વુમન તરીકે મારું એવું માનવું છે કે કંપનીઓએ એવું વાતાવરણ ઉભું કરવું જેઈએ જેથી કરીને સમાન ભાગીદારીની તકો મળી રહે.”
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More