કૌન બનેગા કરોડપતિના સેટ પરથી અમિતાભ બચ્ચને એક અતરંગી લુક શેર કર્યો છે,ચાહકોએ સોશિયલ મીડિયા પર કહ્યું ‘તમે રણવીર સિંહને પણ ફેલ કર્યો’
બોલિવુડ શેહનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bacchhan) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેતા ઈન્ટરનેટ પર આજકાલ પોતાના અલગ અલગ લુકને લઈ વાયરલ થતા રહેતા હોય છે. ભલે અભિનેતા યુવાન રહ્યા નથી પરંતુ આજે પણ તેનામાં લોકોને મનોરંજન આપવાની કળા છે, આ અમે નહિ પરંતુ અમિતાભ બચ્ચનની લેટેસ્ટ પોસ્ટ કહી રહી છે. જેને સોશિયલ મીડિયા (Social media) પર ખુબ તબાહી મચાવી રહી છે. અભિનેતાનો આ અનોખો લુક જોઈ ચાહકો કહી રહ્યા છે કે, શું એનર્જી છે. તો ચાલો અમે તમને અમિતાભ બચ્ચનનો આ અતરંગી અંદાજ દેખાડશું
હાલમાં જ અમિતાભ બચ્ચનનો લેટેસ્ટ લુક પર દરેક લોકોની નજર ગઈ છે, તમે પણ બિગ બીના આ અંદાજે પહેલી વાર જોયો હશે. અભિનેતા પોતાના અલગ અલગ લુકને લઈ હેડલાઈનમાં રહે છે. ફરી એક વખત તેની ડ્રેસિંગ સ્ટાઈલને લઈ લોકોનું ખુબ મનોરંજને કર્યું છે. બિગ બીનો આ કોસ્ચયૂમ જોઈને તેના ચાહકોનું સતત રિએક્શન જોવા મળી રહ્યું છે.
અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, આ ફોટોમાં બિગ બીએ અનોખા કપડાં પહેર્યા છે, સાથે કેપ્શન પણ લખ્યું છે, અભિનેતાએ પાયજામાના લુક શેર કર્યો છે.
ચાહકો સતત રિએક્શન આપી રહ્યા છે
હવે અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર ચાહકો રિએક્શન આપી રહ્યા છે. એક ફેને તો તેને રણવીર સિંહ સાથે સરખાવ્યો છે અને કહ્યું સર રણવીર સિંહ સાથે મિત્રતા કરી કે શું, કેટલાક ચાહકો તેના વખાણ કરી રહ્યા છે
અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. જેની સાથે તે કામ કરી રહ્યા છે. રણબીર આલિયા સાથે તે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે 2 ફિલ્મો છે. જેનું નામ આદિ પુરુષ છે,બ્રહ્માસ્ત્ર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની (Ranbir Kapoor) મોસ્ટ અવેટેડ ફિલ્મનું (Brahmastra) ગીત ‘કેસરિયા’ રિલીઝ થઈ ગયું છે. જે આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. આ ફિલ્મ પણ હવે ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આલિયા અને રણબીરની એકસાથે આ પહેલી ફિલ્મ છે.