Svg%3E

બોલીવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચનના પરિવાર વિષે તમે લોકો મોટા ભાગની માહિતી જાણતા હશો. બચ્ચન પરિવાર બોલીવૂડ સિનેમાનો જ નહીં પણ ભારતનો એક જણીતો પરિવાર છે. આ પરિવારના સૌથી મોટા સભ્ય અમિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન અને માતા તેજી બચ્ચ્ન વિષે તો તમે બધા સારી માહીતી ધરાવતા હશો.

Svg%3E
image source

પણ આજે અમે તમને અમિતાભ બચ્ચનના કે તેમના પિરવાર વિષે નહીં પણ અમિતાભ બચ્ચનના સાસુમા એટલે કે જયા બચ્ચન એટલે કે જયા ભાદુરીના માતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તેઓ બંગાળની એક મોટી હસ્તી છે. અમિતાભ બચ્ચનના સાસુમા એટલે કે અભિનેત્રી જયા બચ્ચનના માતા ઇંદિરા ભાદુરી છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના સાસુ ઇંદિરા ભાદુરી બંગાળની જાણીતી વ્યક્તિ છે.

Svg%3E
image source

તેઓ રાજકારણ સાથે જોડાયેલા છે. અમિતાભ બચ્ચનના સસરાનુ નામ તરુણ કુમાર ભાદુરી હતું, જે એક લેખક હતા. અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના સાસુમાને મળવા જાય છે. જ્યારે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સમ્માનિત કરવાં આવ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને આ વાતની જાણકારી સૌથી પહેલાં પોતાના સાસુમાને ફોન કરીને આપી હતી. અમિતાભ બચ્ચન પોતાના સાસુને પોતાની માતાના સ્થાને ગણે છે.

Svg%3E
image source

અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ જ્યારે તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે મોડી રાત સુધી પોતાના ફેન્સના સંપર્કમાં સોશિયલ મિડિયા દ્વારા રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. તેમણે 2021ને લઈને એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મિડાય પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં એક્ટરે 2021 પર લીંબૂ-મર્ચી લગાવ્યું છે. તમને જણાવી દઈએ કે 2020માં કેરોનાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જલદી જ આ વર્ષનો અંત આવે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું, ‘કૃપા, કૃપા, કૃપા’. અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર લોકોએ ખૂબ કમેન્ટ કરી છે અને પ્રતિક્રિયા પણ આપી છે. અમિતાભ બચ્ચન છેલ્લે સૂજિત સરકારની ફિલ્મ ગુલાબો સીતાબોમાં જોવા મળ્યા હતા આ ફિલ્મમાં તેઓ આયુષ્માન ખુરાના સાથે હતા. ફિલ્મ આ વર્ષના જૂન મહિનામાં એમેઝોન પ્રાઇમ પર રિલિઝ થઈ હતી. જેને ઘણો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.

image source

હાલ અમિતાભ કોન બનેગા કરોડ પતિ કરી રહ્યા છે અને ડીરેક્ટર આયાન મુખર્જીની ફિલ્મમાં પણ રનબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ઘણા લાંબા સમયથી બની રહી છે અને કોરોનાની મહામારીના કારણે તેનું શૂટિંગ ફરિ એકવાર અટકી પડ્યું હતું. પણ હવે અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મનું શૂટિંગ પુરું થઈ ગયું છે અને તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju