આજે અમે તમને એ 6 અભિનેતાઓ વિશે જણાવીશું જેમની ફક્ત એક ભૂલના કારણે એમનું કરિયર ધોવાઈ ગયું. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ લિસ્ટમાં.
ગોવિંદા.
90ના દાયકાના મોટા અભિનેતા રહી ચૂકેલા ગોવિંદના સ્ટારડમનો એક સમય એવો હતો કે ફટ એમના નામથી જ ફિલ્મો સફળ થઈ જતી હતી. 90ના દશકામાં સૌથી વધારે કોમેડી ફિલ્મો આપનાર એકટર હતા ગોવિંદા. પણ ગોવિંદાની એક ભૂલે એમનું કરિયર બરબાદ કરી દીધું. એક ફિલ્મની શૂટિંગ દરમિયાન એમને પોતાના જ એક ફેનને લાફો મારી દીધો હતો. આ મામલો કોર્ટ સુધી જતો રહ્યો હતો. આ પછી ગોવિંદનું કરિયર બહુ જ વધારે ખરાબ થઈ ગયું.
શક્તિ કપૂર.
દરેક પાત્રને ખૂબ જ સારી રીતે નિભાવતા અભિનેતા શક્તિ કપૂરની પણ ફક્ત એક ભૂલે એમનું કરિયર ડુબાડી દીધું. વર્ષ 2005માં સ્ટિંગ ઓપરેશનની એક ટેપ બહાર આવી હતી. સ્ટિંગ ઓપરેશન પછી શક્તિ કપૂરના ફિલ્મો પર કામ કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ વાત પર શક્તિ કપૂરે ઘણી ચોખવટ કરી હતી અને પછીથી માફી પણ માંગી હતી.
ફરદીન ખાન.