શોમાં રુપિન શર્માને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘આઝાદીના અમૃત મહોત્સવ મનાવવા માટે કયા યુરોપિયન શહેરના મેયરે 30 મે, 2022ના રોજ એક વિશેષ ટ્રામ રવાના કરી હતી?’ ઓપ્શનમાં પોઝનન, વારસૉ, વ્રોક્લૉ તથા ક્રકાઉ હતા. રુપિન શર્માએ આ સવાલના જવાબ માટે બે લાઇફલાઇન યુઝ કરી હતી. જોકે, પછી તેમણે આ ગેમ ક્વિટ કરી હતી. આ સવાલનો સાચો જવાબ વ્રોક્લૉ હતો. રુપિન 6 લાખ 40 હજાર જીત્યા હતા.
અમિતાભે વ્રોક્લૉ શહેર સાથે જોડાયેલી યાદ શૅર કરી
અમિતાભે વ્રોક્લૉ શહેર સાથે જોડાયેલી વાત શૅર કરી હતી. અમિતાભે કહ્યું હતું કે પોલેન્ડનું હેરિટેજ સિટી વ્રોક્લૉ છે. સાહિત્યિક કન્ટેન્ટને કારણે આ શહેર વિશ્વભરમાં લોકપ્રિય છે. વ્રોક્લૉ સિટીને એલ્ફ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વિશ્વભરના લેખક અથવા સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિને માન-પાન આપવામાં આવે છે. અહીંયા સ્ટેચ્યૂ બનાવીને રાખવામાં આવે છે.
અમિતાભે એમ પણ કહ્યું હતું કે બે વર્ષ પહેલાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનનું સ્ટેચ્યૂ પોલેન્ડમાં લગાવવામાં આવ્યું હતું. અહીંયા હિંદી ડિપાર્ટમેન્ટ પણ છે. જ્યારે તેઓ પોલેન્ડ ગયા હતા ત્યારે લોકોએ મધુશાલા ગાઈ હતી. અમિતાભ આ વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. હરિવંશ રાય બચ્ચને 1935માં મધુશાલા લખી હતી. મધુશાલા કાવ્યસંગ્રહ છે. શોમાં બિગ બીએ મધુશાલાની એક પંક્તિ પણ ગાઈ સંભળાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)