બિગ બોસ 16 ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને તેના વિશે સમાચાર આવવા લાગ્યા છે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, તેનું શૂટિંગ ગોવામાં થઈ રહ્યું છે અને તેનું પ્રીમિયર 2 ઓક્ટોબર, 2022થી થઈ શકે છે. શિવિન નારંગથી લઈને વિવિયન ડીસેના સુધી, જાણો એવા કયા સ્પર્ધકો છે જેમણે અત્યાર સુધી શોમાં આવવાની મંજૂરી આપી છે.તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ અસોપાને પણ શો માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. ચાલો બિગ બોસ 16ના કન્ફર્મ થયેલા સ્પર્ધકોની યાદી પર એક નજર કરીએ.
‘સુનાહી સી એક લડકી’, ‘નવરંગી રે’, ‘એક વીર કી અરદાસ વીરા’ અને ‘ક્યા હુઆ તેરા વાદા’ જેવા શોમાં કામ કરી ચૂકેલા ટીવી એક્ટર શિવિન નારંગ બિગ બોસ 16માં જોવા મળશે. જેઓ. દિલ્હીમાં જન્મેલા શિવિન નારંગ ટીવી જગતનો જાણીતો ચહેરો છે.
કનિકા માન:
કનિકા ભારતીય ટીવી સિરિયલોમાં પણ કામ કરે છે અને ઝી ટીવીના ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં તેના પાત્ર ‘ગુડ્ડન’ માટે તેને સૌથી વધુ ઓળખ અને લોકપ્રિયતા મળી છે. કનિકા હરિયાણાની છે.
ફૈઝલ શેખ: