આપણી ધરતી પર પહેલેથી જ અદબૂત કલાકૃતિઓ આવેલી છે. પરંતુ દુનિયામાં એવી એવી જગ્યાઓ છે, જે આ દુનિયાની નહિ, પણ બીજા ગ્રહો જેવી અનુભવાય છે. આજે અમે તમને આ પૃથ્વી પર આવેલી એવી જગ્યાઓ બતાવીશું, જે તેમને બીજા ગ્રહ જેવી જ લાગશે.
પૃથ્વી પર રહેલી આ અદભૂત જગ્યા અત્યાર સુધી તમે માત્ર હોલિવુડ ફિલ્મોમાં જ જોઈ હશે.
વિશાળકાય હાથ
ચીલના પ્રસિદ્ધ મૂર્તિકાર મારિયાઓ ચીલના એક સુંદર રણમાં એક વિશાળકાય હાથ બનાવ્યો છે. આ હાથ એવો લાગે છે કે, જાણે બીજા ગ્રહ પર રહેનારા કોઈ પ્રાણીનો હોય. આ હાથ ભલે જોવામાં માણસો જેવો લાગે, પણ તેની બનાવટ એલિયન ફિલ્મોની યાદ અપાવે છે. આ કલાકૃતિ ચીલ શહેર એન્ટોફગાસ્ટાથી 46 મીલ દૂર એક રણમાં આવેલી છે.
ધાબાવાળું સરોવર
આ સરોવર કેનાડામાં સ્થિત છે, આમ તો આ સરોવર એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. પરંતુ અહીં જગ્યા જગ્યા પર જમીન આવી જવાથી તેના પર ધાબાવાળા નિશાન બની ગયા છે. આ સરોવરની આસપાસનું વાતાવરણ જોઈને તમને એવું જ લાગશે કે તમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છો.