આજનો દિવસ એ લોકો માટે ખૂબ જ ખાસ છે જેમને ચાર વર્ષમાં એકવાર પોતાનો જન્મદિવસ ઉજવવાનો મોકો મળે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, લીપ વર્ષમાં 366 દિવસ હોય છે.
આજે અમે તમને દેશની કેટલીક પ્રખ્યાત હસ્તીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી એટલે કે લીપ યરના રોજ આવે છે. આમાં આપણા દેશના પૂર્વ પીએમ મોરારજી દેસાઈનું નામ પણ સામેલ છે.
આવો જાણીએ એ વ્યક્તિઓ કોણ છે જે ત્રણ વર્ષની લાંબી રાહ બાદ લીપ ડે પર પોતાનો જન્મદિવસ ઉજવે છે.
મોરારજી દેસાઈ :
સ્વતંત્રતા સેનાની અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વર્ષ 1896માં 29 ફેબ્રુઆરીના રોજ થયો હતો. દેશના મહાન નેતાનું 10 એપ્રિલ 1995ના રોજ અવસાન થયું હતું. મોરારજી દેસાઈ 99 વર્ષ જીવ્યા, છતાં તેમણે માત્ર 24 જન્મદિવસ ઉજવ્યા. આટલું જ નહીં, મોરાર જી દેસાઈ એકમાત્ર એવા ભારતીય રાજકારણી છે જેમનો જન્મ લીપ ડે પર થયો હતો.
પ્રકાશ નંજપ્પા: