બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સેલેબ્સ માટે તેમના કો-સ્ટાર્સને ડેટ કરવી કોઈ નવી વાત નથી. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મોના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટાર્સને ડેટ કરીને લાઇમલાઇટ છીનવી લીધી છે. પરંતુ આ પણ એક હકીકત છે, આમાંથી માત્ર અમુક યુગલો જ પોતાના સંબંધોને લગ્નના મુકામ સુધી પહોંચાડી શક્યા છે અને બાકીના કોઈને કોઈ કારણસર તેમના સંબંધોનો અંત આવી ગયો છે.આજે અમે તમને એવા જ સ્ટાર કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની લવ સ્ટોરી ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી અને આજના સમયમાં તે બધા જ તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે.
આલિયા ભટ્ટ-રણબીર કપૂર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડનું ક્યૂટ કપલ છે, જેઓ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીર એકબીજાને ઘણા સમયથી ઓળખતા હશે, પરંતુ તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર શરૂ થઈ હતી. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને ત્યારબાદ બંનેએ સોનમ કપૂરના રિસેપ્શનમાં પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. તે જ સમયે, હવે આલિયા અને રણબીરે તેમના લગ્ન જીવનમાં પગ મૂક્યો છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના એવા કપલમાંથી એક છે જેમણે પોતાની કેમેસ્ટ્રીથી ચાહકોનું દિલ જીતી લીધું છે. બંનેએ ઘણી વખત જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ લીલા’ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી અને પછી બંને ‘બાજીરાવ મસ્તાની’માં પણ સાથે જોવા મળ્યા હતા. રણબીર અને દીપિકાએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા અને પછી બંનેએ વર્ષ 2018માં ઈટાલીમાં લગ્ન કરી લીધા.
કરીના કપૂર અને સૈફ અલી ખાન