એ વાત કોઈનાથી છૂપી નથી કે અનેક બોલિવૂડ કપલ્સ તેમનાથી નાની ઉંમરની યુવતીઓ સાથે લગ્ન કરીને પણ ખુશ છે. પરિવારના લોકો માને છે કે જે પણ વહુ આવે તે તેમના દીકરાથી ઉંમરમાં નાની હોય, મોટાભાગે મહિલાઓ પણ તેમનાથી 4 વર્ષ જેટલા મોટા પુરુષને તેમના પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. હોલિવૂડ અને બોલિવૂડમાં અનેક એવી પરફેક્ટ જોડીઓ છે જે તેમનાથી નાની ઉંમરની યુવતીઓને લગ્ન માટે પસંદ કરી ચૂક્યા છે અને તેમની જોડી પરફેક્ટ છે. તો જાણો શું કહે છે આ કપલ્સ.
અજય દેવગણ અને કાજોલ
અજય અને કાજોલની વચ્ચે 5 વર્ષનું અંતર છે. બંનેની ક્યૂટ કેમેસ્ટ્રીની સામે તેનું કોઈ મૂલ્ય નથી, એ વાત અલગ છે કે અજય અને કાજોલે લગ્ન કર્યા ત્યારે તેઓ માનતા હતા કે બંને અલગ વિચારો વાળા સાથે કેવી રીતે રહી શકશે. પણ હવે તેમની કેમેસ્ટ્રી પરફેક્ટ જોવા મળી રહી છે. કાજોલ અને અજયના લગ્ન બાદ પણ અજયે કાજોલને કોઈ કામ કરવાથી રોકી નથી, તેણે દરેક વખતે ધ્યાન રાખ્યું છે કે તેની પત્નીને કોઈ તકલીફ ન પડે.
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા
બોલિવૂડમાં આ એવું કપલ છે કે જેની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી અને ન તેમના લિંકઅપે કોઈ ચર્ચા થઈ. રિતેશ- જેનેલિયાની ઉંમરમાં ઓછામાં ઓછા 7 વર્ષનો ફરક છે. આ પછી બંનેનો સંબંધ ચર્ચામાં આવતા લોકો હેરાન થયા, બંનેની લાઈફ લગ્ન બાદ પણ ખાસ બદલાવ આવ્યા પણ એક્સાઈટમેન્ટ, કમિટમેન્ટ અને એડજેસ્ટમેન્ટથી રિતેશ અને જેનેલિયાએ તેમને હસતા હસતા પાર કરી લીધા. આ બંનેના સંબંધમાં સારી વાત એ છે કે તેઓ તેમના સંબંધમાં રોમાન્સ ખતમ થવા દેતા નથી, જેનેલિયા હસમુખ છે અને રિતેશને તમામ લોકો ઓળખે છે. તે ક્યાં કેવી રીતે રિએક્ટ કરવું તે જાણે છે. બંને એકમેક સાથે સાયુજ્ય સાધી લે છે અને તેમની લાઈફમાં ખુશ રહે છે.
કરીના કપૂર – સૈફ અલીખાન