બોલીવૂડ બેકગ્રાઉન્ડ ન ધરાવતા આશાસ્પદ યુવાનોએ તેમાં પ્રવેશવા માટે ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડે છે. હા તેમના માટે બોલીવૂડ બેકગ્રાઉન્ડ ધરાવતા નવોદિતોની સરખામણીએ પ્રવેશ ઘણો અઘરો હોય છે પણ એ કમાલ માત્ર એક જ ફિલ્મ પુરતી અસર કરે છે ત્યાર બાદ તો તમારી ટેલેન્ટ જ તમને આગળ વધારે છે. અહીં નસીબ તો કામ કરે જ છે પણ તમારામાં લોકોને આકર્ષિત કવરાનો જાદૂ પણ હોવો જોઈએ.
પહેલાંના જમાના કરતાં આજે અભિનેત્રિઓને પણ તેમના પાત્ર પ્રમાણે રૂપિયા મળે છે. હા મહિલા પુરુષના વેતનમાં ઘણો બધો તફાવત છે જ પણ જ્યાં અભિનેત્રિનું પાત્ર મુખ્ય હોય ત્યાં તેને જ સૌથી વધારે વેતન મળે છે જે આપણે ફિલ્મ પદ્માવતમાં જોઈ લીધું. તેમ છતાં આ સ્ત્રી-પુરુષની વચ્ચેની વેતન અસમાનતાને લઈને માત્ર બોલીવૂડમાં જ નહીં પણ હોલીવૂડમાં પણ વિરોધ તો જોવા મળે જ છે.
તાજેતરમાં પરિણિતિ ચોપરાને પુછવામા આવ્યું કે અભિનેતા-અભિનેત્રી વચ્ચેના વેતન તફાવત વિષે તમારું શું કહેવું છે. ત્યારે તેણીએ જવાબ આપ્યો કે અમે લોકો અમારી વધારાની કમાણી એન્ડોર્સમેન્ટ દ્વારા કરી લઈએ છીએ. તેની આ વાત બિલકુલ સાચી છે. તમે જોયું હશે કે ઘણી અભિનેત્રીઓ આજે પડદા પર નથી દેખાતી તેમ છતાં પણ તેઓ જાહેરાતોમાં કામ કરીને લાખોની કમાણી કરી લે છે. આમ તેઓ તેમની ઇંકમ બેલેન્સ કરી જ લે છે.
એટલે કહી શકીએ કે ભારતીય અભિનેત્રીઓ પણ અભિનેતાઓથી કંઈ કમ નથી. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણીબધી અભિનેત્રીઓ છે જે સંપત્તિના મામલામાં ભલભલા સુપરસ્ટાર્સને હંફાવી રહી છે તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિષે.
કેટરીના કૈફ
કેટરીના કૈફ છેલ્લા બે-ત્રણ વર્ષથી ફિલ્મોમાં જોવા નથી મળી પણ તેણી ટીવીના પરદે તો નવા-નવા એન્ડોર્સમેન્ટ કરતી જોવા મળી જ જાય છે. તમને જણાવી દઈએ કે તેણી એક એડ શૂટના એક દિવસના 4-5 કરોડ રૂપિયા વસુલે છે. કેટરીનાની અત્યાર સુધીની કમાણી જોતાં તેણીની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર કરતા પણ વધારે છે.