લગ્નમાં કે પછી કોઈ પ્રાઇવેટ ઇવેન્ટ પર પણ બોલીવુડ સેલિબ્રિટીની હાજરી આજકાલ ફેશન બની ગઈ છે. આ સ્ટાર્સ જે પાર્ટી કે ઇવેન્ટમાં સામેલ થઈ જાય છે એ ઇવેન્ટની રોનક જ વધી જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના લગ્નમાં આ સ્ટાર્સને લાખો કરોડો રૂપિયા આપીને બોલાવે છે જેથી એમના લગ્ન કે પાર્ટીને લોકો વર્ષો સુધી યાદ રાખે. પણ શું તમે જાણો છો શાહરૂખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અનવ કેટરીના કેફ જેવા આ જાણીતા કલાકારો પોતાની એક પરફોર્મન્સ માટે કેટલા પૈસા ચાર્જ કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સ્ટાર્સને તમારી પાર્ટીમાં બોલાવવા માંગતા હોય તો તમારે કેટલા પૈસા ખર્ચ કરવા પડશે.
શાહરુખ ખાન.
કિંગ ખાનના ફેન્સ ઇન્ડિયામાં જ નહીં આખી દુનિયામાં છે. પોતાની લોકપ્રિયતાને જોતા શાહરુખ કોઈપણ ઇવેન્ટમાં સામેલ થવાના 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને જો એમને પરફોર્મ કરવાનું કહેવામાં આવે તો આ ફિસ વધી ને 7થી 8 કરોડ રૂપિયા થઈ જાય છે. ખબરોનું માનીએ તો દુબઈની એક હોટેલમાં 30 મિનિટના પરફોર્મન્સ માટે શાહરુખ ખાને 8 કરોડ રૂપિયા લીધા હતા.
અક્ષય કુમાર.
ખિલાડી અક્ષય કુમારની તો આખી દુનિયા દિવાની છે. આમ તો અક્ષય આ પ્રકારના ઇવેન્ટ ઓછા અટેન્ડ કરે છે અને જો ઇવેન્ટ મોડી રાત્રે ન હોય તો જ અગ્રી થાય છે. કારણ કે એમને મોડી રાત્રે ઘરની બહાર રહેવું ગમતું નથી. એ કોઈ ઇવેન્ટમાં સામેલ થવા માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને જો એમની પાસે ડાન્સની ડિમાન્ડ કરવામાં આવે તો તે 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કોઈ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે અક્ષય 8 થી 1પ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કેટરીના કેફ.