ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 9મી ફેબુ્રઆરીને ગુરુવારથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થવાનો છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જામથાના વીસીએ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ‘ગોડ ઓફ ક્રિકેટ’ માટે પ્રખ્યાત સચિન તેંડુલકરનું એક મોટું નિવેદન આવ્યું છે. સચિને એક મોટા મેચ વિનરને પોતાના ટેસ્ટ ડેબ્યૂ માટે તૈયાર ગણાવ્યો છે.
બેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરે કહ્યું છે કે, સૂર્યકુમાર યાદવ તેની કુશળતા અને અલગ રીતે વિચારવાની ક્ષમતાને કારણે પરંપરાગત ફોર્મેટમાં રમવા માટે તૈયાર છે. “ટેસ્ટ ક્રિકેટ ખરેખર એક અલગ રમત છે.
“ટી -20 અને વનડે રમવાથી લઈને હવે ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવા સુધી, સૂર્યકુમાર યાદવે વિશ્વભરમાં અનુપમ છાપ છોડી છે. સૂર્યકુમારની રમત પર નજર રાખનારાઓને તેની ક્ષમતા અને વિચારવાની રીતની ખાતરી છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ એક અલગ રમત છે. સૂર્યકુમાર ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.
તેંડુલકરે કહ્યું, “સૂર્યકુમાર યાદવ ઉપરાંત લોકેશ રાહુલ અને શુબમન ગિલ પર વિચાર કરવો જોઈએ. ત્રણેય સક્ષમ ખેલાડી છે અને હું અહીં કોઈ નિર્ણય આપવા માંગતો નથી પરંતુ ત્રણેય ટીમમાં સ્થાન મેળવવા માટે સક્ષમ છે.
તેંડુલકરે ભારતના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલીની પણ પ્રશંસા કરતાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ માટે આ એક સારો સંકેત છે. “છેલ્લા કેટલાક મહિનાઓમાં વિરાટ જે રીતે રમ્યો છે, મને તે જોવાની ખરેખર મજા આવી. તેને ખાતરી હતી કે તે શું કરવા માગે છે.”
image socureઓસ્ટ્રેલિયાને ચોક્કસપણે મિચેલ સ્ટાર્કની ખોટ સાલશે પરંતુ તેંડુલકરને લાગે છે કે ડાબોડી પેસરની ગેરહાજરી ઓફ સ્પિનર નાથન લિયોનનો પ્રભાવ ઘટાડી શકે છે. “નાથન લિયોન વર્લ્ડ ક્લાસ બોલર છે. સ્ટાર્ક રમે છે ત્યારે તે વધુ અસરકારક બને છે કારણ કે જમણા હાથના બેટ્સમેનના ઓફ સ્ટમ્પની બહાર પગના નિશાન હોય છે. આ બાબતો મેચમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.