Svg%3E

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમના લગ્ન જીવન ટક્યા ન હતા અને પછી તેમણે ડિવોર્સ આપીને પોતાના સંબંધોનો અંત આણ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે સેલેબ્સે બદલામાં ભારે રકમ ચૂકવી છે? આવો તમને જણાવીએ સૌથી મોંઘા ડિવોર્સ વિશે…

હૃતિક રોશન અને સુઝાન રોશન:

Svg%3E
image socure

હૃતિક રોશન અને સુઝાન રોશને 2014માં પત્ની સુઝાન ખાન સાથે છૂટાછેડા લીધા હતા. બંનેના આ લગ્ન 14 વર્ષ સુધી ચાલ્યા પરંતુ પછી તેમના રસ્તા અલગ થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હૃતિકે સુઝાનને ડિવોર્સના બદલામાં 380 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપ્યું હતું. જો કે હૃતિકે આ વાતને નકારી કાઢી હતી અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

મલાઇકા અરોરા-અરબાઝ ખાનઃ

Svg%3E
image soucre

ઘણા વર્ષોના રિલેશનશીપ બાદ મલાઇકા અને અરબાઝના લગ્ન પણ પરસ્પર સહમતિથી તૂટી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝે મલાઈકાને 10-15 કરોડનું ભરણપોષણ આપ્યું હતું, જોકે મલાઈકાએ આ વાતનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે અરબાઝ પાસેથી ક્યારેય ભરણપોષણની માગણી કરી નહોતી. તમને જણાવી દઇએ કે ડિવોર્સ બાદ મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર :

Svg%3E
image soucre

કરિશ્મા કપૂર અને સંજય કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 13 વર્ષ બાદ તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. રિપોર્ટ્સ અનુસાર કરિશ્માને સંજયે ડિવોર્સના બદલામાં મુંબઈમાં તેનું પૈતૃક ઘર આપ્યું હતું. આ સાથે તેમણે 14 કરોડ પણ આપ્યા હતા. ડિવોર્સ બાદ કરિશ્મા બે બાળકોની કસ્ટડીમાં રહી અને હવે તે સિંગલ મધર છે.

સંજય દત્ત-રિયા પિલ્લઇઃ

Svg%3E
image socure

સંજય દત્તે પોતાની પહેલી પત્ની રિચા દત્તના નિધન બાદ રિયા પિલ્લઇ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, પરંતુ આ વાત ન ટકી અને બંનેના ડિવોર્સ થઇ ગયા. છૂટાછેડાના બદલામાં સંજયે રિયાને મુંબઇમાં 8 કરોડનો બંગલો આપ્યો હતો. આ પછી સંજયે માન્યતા દત્ત સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા અને હવે તે બે બાળકોનો પિતા છે.

સૈફ અલી ખાન-અમૃતા સિંહઃ

Svg%3E
image soucre

સૈફના પહેલા લગ્ન પોતાના સમયની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. બંનેના લગ્ન 13 વર્ષે તૂટી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈફે અમૃતાને 5 કરોડનું ભરણપોષણ આપ્યું હતું. ડિવોર્સના થોડા વર્ષો બાદ સૈફે કરીના કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. હવે તે બે પુત્રોનો પિતા છે, જ્યારે સૈફ અમૃતા સાથેના પ્રથમ લગ્નથી બે બાળકોનો પિતા હતો, જેની દેખરેખ અમૃતા કરે છે.

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *