ચા એ આપણુ રાષ્ટ્રીય પીણુ છે, એ આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. જો આપણે લોકોની વાત કરીએ તો મોટાભાગના લોકો પોતાની સવારની શરૂઆત ચા સાથે કરવાનુ પસંદ કરતા હોય છે. તે લોકો એવુ માનતા હોય છે કે, જો તેમને સવારમા ચા ના મળે તો તેમનો આખો દિવસ બગડી જાય છે.

image source

એટલા માટે જ લોકો પોતાના દિવસની શરૂઆત ચાની પ્યાલીની સાથે કરે છે. ચા નુ સેવન કરવાથી માણસ પોતાની જાતને એકદમ તરોતાજા અનુભવ કરે છે. આ ચા એ જ્યોતિષશાસ્ત્ર સાથે પણ એક ખુબ જ ગાઢ સંબંધ ધરાવે છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, એક કપ ચા નુ સેવન તમારા ગ્રહ-નક્ષત્રને સુધારી શકે છે અને તેને સારા બનાવી શકે છે અને તમારા ભાગ્યને પણ ચમકાવી શકે છે. તો ચાલો આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

image source

જો તમે રવિવાર ના દિવસે ગોળવાળી ચા નુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ દિવસે ચા મા આદુ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમારો સૂર્ય ગ્રહ મજબૂત બને છે અને તમને અનેકવિધ લાભ મળી શકે છે. આ સિવાય જો તમે સોમવારના દિવસે સાકર ઉમેરીને તેની ચા બનાવીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનાથી તમારા ચંદ્રમાના શુભ પ્રભાવમા વૃદ્ધિ થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવો તો તેનાથી મંગળના અશુભ પ્રભાવથી પણ તમને મુક્તિ મળી શકે છે. આ સિવાય જો બુધવારના દિવસે તુલસીવાળી ચા નુ સેવન શરુ કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના સેવનથી બુધના પ્રભાવમા સારી એવી વૃદ્ધિ થઇ શકે છે.

image source

આ ઉપરાંત જો તમે ગુરૂવારના દિવસે મધ અને કેસર મિક્સ કરેલી ચા નુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે શુક્રવારના દિવસે સુગરયુક્ત ચા મા ઈલાયચી ઉમેરીને જો નિયમિત તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેનાથી તમારો શુક્ર ગ્રહ ખુબ જ વધારે પડતો મજબૂત હોય છે.

image source

શુક્રવારના દિવસે તમારે લીંબૂની ચા નુ સેવન કરવુ જોઈએ નહી. આ સિવાય જો તમે શનિવારના દિવસે ચા મા કાળી મરી અને લીંબૂ ઉમેરીને તેને પીવો તો તે પણ તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે આ દિવસે દૂધ વિનાની કાળી ચા પીવો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *