Svg%3E

પોરબંદરમાં રહેતા કિશન હિંડોચા અને તેનાં ફોઈ મૃદુલા હિંડોચાએ ચોકલેટબારનો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી પોરબંદર સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. કિશન હિંડોચા, જેણે અમદાવાદથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે, તો તેમના ફોઈ મૃદુલા હિંડોચા છેલ્લાં ઘણાં વર્ષોથી અવનવી કેક બનાવે છે. આ બન્નેએ સાથે મળી ચોકલેટબારનો રેકોર્ડ બ્રેક કરવાનું નક્કી કર્યું હતું.

10 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યોSvg%3E

એ માટે તેમણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સનો સંપર્ક કરતાં તેમણે 2 હજારથી વધુ ચોકલેટબારની લાંબી લાઈન બનાવવાથી આ રેકોર્ડ તેમના નામે થઈ શકશે એવું જણાવ્યું હતુ. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા રાખવામાં આવેલી શરતો અને સૂચનોને અનુસરીને આ બન્ને ફોઈ-ભત્રીજાએ અંદાજે 15થી 17 દિવસ સુધી ચોકલેટ બનાવી, જેમાં 110 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખરે ચોકલેટ તેમજ રેકોર્ડ્સ અટેમ્પ્ટ કરતી વેળાએ જરૂરી આઈ વિટનેસ, હાઇજેનિક ઓફિસર તેમજ કાઉન્ટિંગ માટે સીએની ઉપસ્થિતિમાં 2 એપ્રિલના રોજ વીડિયોગ્રાફી સાથે 2308 ચોકલેટબાર, જેની લંબાઈ 288 મીટર જેટલી થઈ હતી. તેની સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ નીતિનિયમ મુજબ વીડિયોગ્રાફી સાથે ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા હતા, જેની સંપૂર્ણ ચકાસણી બાદ હાલમાં ત્રણ માસ બાદ સૌથી લાંબા ચોકલેટબારનો રેકોર્ડ તેમના નામે થયો છે, એવું સર્ટિફિકેટ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બાય પોસ્ટ મોકલવામાં આવતાં બન્ને પાર્ટિસિપેન્ટ્સ તેમજ પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ખુશીનો માહોલ પોરબંદરવાસીઓમાંSvg%3E

અવનવા અને યુનિક રેકોર્ડ્સ એ પણ તમામ શરતોને આધીન એટેમ્પ્ટ સફળતાપૂર્વક પાર કર્યા બાદ જ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં એને સ્થાન મળતું હોય છે. ત્યારે નાનાએવા પોરબંદરમાંથી આ પ્રકારનો અનોખો દુનિયાનો સૌથી લાંબો ચોકલેટબાર બનાવવાનો રેકોર્ડની નોંધ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં થતાં પોરબંદર સહિત રાજ્ય અને દેશ માટે ગર્વની વાત છે.

ખુશીનો માહોલ પરિવારજનોમાં જોવા મળ્યોSvg%3E

દુનિયાના સૌથી મોટા ચોકલેટબારનો રેકોર્ડ મળવા બદલ મૃદુલા હિંડોચા તેમજ તેના ભત્રીજા કિશન હિંડોચાએ ખુશી વ્યક્ત કરી હતી. મૃદુલા હિંડોચાએ જણાવ્યું હતું કે આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે. મહેનતનું ફળ મળ્યું હોય તેમ દુનિયાની સૌથી મોટા ચોકલેટ બારનો રેકોર્ડ તેમના નામે થતાં અને એની નોંધ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં થઈ છે એ વાતની ખુશી છે. આ રેકોર્ડ પોતાના નામે કરનારા બંને પાર્ટિસિપેટ સહિત પરિવારજનોમાં પણ આ વાતને લઈને ખુશી જોવા મળી હતી.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju