Svg%3E

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે કે જેઓ પરિણીત હોવા છતાં પણ અભિનેત્રીઓના પ્રેમમાં પડ્યા હતા અને તેમના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પણ જબરદસ્ત ચર્ચામાં આવ્યા હતા. આમાંના ઘણા સેલેબ્સે તેમની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને ફરીથી લગ્ન કર્યા હતા અથવા લગ્નેતર સંબંધોને કારણે તેમની પત્ની સાથેના તેમના સંબંધો બગડ્યા હતા.

Svg%3E
image source

શાહરૂખે પ્રિયંકા ચોપરા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીની સાથે સાથે ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ચર્ચામાં આવી હતી. કહેવાય છે કે શાહરુખ (પ્રિયંકાની પત્ની ગૌરી ખાન પ્રિયંકાના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચારથી અસુરક્ષિત હતી.

Svg%3E
image source

ગોવિંદા રાણી મુખર્જી સાથે ફિલ્મ હદ કર દી આપનેમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના લગ્ન જીવનમાં હલચલ મચી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાના રાની મુખર્જી સાથેના અફેરના સમાચાર તેમની પત્ની સુનીતાને મળ્યા હતા. સુનીતાએ ગોવિંદાને સખત ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચેના સંબંધો તૂટવાની અણી પર પહોંચી ગયા હતા, પરંતુ કોઈક રીતે તેમના લગ્ન ટકી રહ્યા હતા અને ગોવિંદાએ રાનીથી પોતાને દૂર કરી લીધા હતા.

Svg%3E
image source

ધર્મેન્દ્રએ પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા. ધર્મેન્દ્રએ તેના પરિવારની સંમતિથી લગ્ન કર્યા અને તે પછી તે ચાર બાળકોનો પિતા પણ બન્યો હતો. આ પછી તે ફિલ્મોમાં કામ કરતા સમયે હેમા માલિનીની નજીક આવી ગયો હતો. ધર્મેન્દ્ર હેમાને પોતાની બીજી પત્ની માનતા હતા અને તેમણે લગ્ન માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને પછી હેમા સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રએ તેની પહેલી પત્નીને છૂટાછેડા પણ આપ્યા ન હતા.

Svg%3E
image source

મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 19 વર્ષ બાદ આ લગ્ન તૂટી ગયા હતા અને 2017માં બંનેના ડિવોર્સ થઇ ગયા હતા. બંનેએ ડિવોર્સનું કારણ તો નથી જણાવ્યું, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકાનું નામ લગ્ન થતા જ અર્જુન કપૂર સાથે કનેક્ટ થવા લાગ્યું હતું. આ કારણે તેણે અરબાઝ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. ડિવોર્સ બાદ તરત જ મલાઈકાએ અર્જુન સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા.

Svg%3E
image source

રાજ બબ્બરે પહેલા લગ્ન નાદિરા બબ્બર સાથે કર્યા હતા. બંને પોતાના પરિવારમાં ખુશ હતા, પરંતુ ત્યારબાદ ફિલ્મોમાં કામ કરતી વખતે રાજ સ્મિતા પાટિલની નજીક આવી ગયો હતો અને તેણે સ્મિતા સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક મુશ્કેલીઓને કારણે સ્મિતાનું મોત નીપજ્યું હતું અને રાજ ફરીથી તેની પ્રથમ પત્ની પાસે પાછો ફર્યો હતો.

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *