આપણે આપણા ઘરને આપણી સગવડ પ્રમાણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ. ઘણા એવા લોકો હશે જેમણે પોતાના ઘરમાં સાફ સફાઈ માટે બાઈ આવતી હોય છે અને અમુક લોકો પોતાના ઘરમાં જાતે જ સાફ સફાઈ કરતા હોય છે.
તમે ભલે ઘરમાં રોજ સાફ સફાઈ કરતા હશો પણ અમુક એવી જગ્યા કે વસ્તુઓ હોય છે જે સાફ કરવાના રહી જાય છે અથવા આપણને એવું લાગતું હોય છે કે એ વસ્તુઓ કે જગ્યા રોજ સાફ કરવી પડે એટલી જરૂરી નથી.પણ આજે અમે તમને જણાવીશું કે એવી ઘણી વસ્તુઓ કે જગ્યા છે જે તમારે દરરોજ સાફ કરવી જ જોઈએ.
૧ ઘરનો મુખ્ય દરવાજો :
ઘરનો મુખ્ય દરવાજો તમારે નિયમિત સાફ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે અને ઇન્ફેકશન થવાનો ડર પણ રહેતો નથી.
૨. ડીશ ટુવાલ :
ડીશ અથવા વાસણ કોરા કરવા માટે જે રૂમાલ કે કપડાનો તમે ઉપયોગ કરતા હોવ તેને પણ રોજ ધોવામાં લેવો જોઈએ. આ એટલા માટે કરવાનું કે જયારે તમે વાસણ કોરા કરો છો તો જે તે વાસણ પર રહેલ કીટાણું એ રૂમાલમાં કે કપડા પર લાગે છે. બસ એ કીટાણું એ ક્યાય ફેલાય નહિ એટલા માટે તમારે એ ટુવાલ પણ રોજ બદલવા અને ધોવા જોઈએ.