પુસ્તકો માણસના એટલા સારા મિત્રો છે કે, તેવી દોસ્તી માણસને બીજે ક્યાંય નહિ મળે. જ્યાં સુધી પુસ્તકો પાસે હોય છે, તો માણસ ક્યારેય કંટાળતો નથી. અને માણસ કંટાળે પણ કેમ. તેમાં દુનિયાની અચંબિત પમાડે તેવી કેવી કેવી વસ્તુઓ હોય છે. જરા વિચાર કરો કે, મનને આરામ આપે તેવું કાફે હોય, જ્યાં તમે ચા કે કોફીની ચુસ્કી લેતા લેતા ઢગલાબંધ પુસ્તકોના પાના પલટાવી શકો છો. તો આજે અમે તમને ભારતના એવા કેટલાક કાફે વિશે બતાવીશું, જ્યાં તમે તમારા મિત્રો કે એકલા જ પુસ્તકો વાંચીને સમય વિતાવી શકો છો.
કિતાબખાના, મુંબઈ
મુંબઈના કોલાબામાં ફ્લોરા ફાઉન્ટેનની પાસે આવેલી આ જગ્યા પર તમે એકવાર જશો, તો તમને પરત આવવાનું મન નહિ થાય. જ્યારે તમે કિતાબ ખાનાની જૂની બિલ્ડિંગ તરફ આગળ વધશો તો તમને એક અલગ જ અહેસાસ થશે. મોટો હોલ અને બધી જગ્યાએ માત્ર પુસ્તક અને પુસ્તકો જ જોવા મળશે. તમે થોડા આગળ જશો, તો એક નાનકડું કાફે દેખાઈ આવશે. પુસ્તકોની ખરીદી કર્યા બાદ તમે અહી એક ચાની ચુસ્કી લેશો તો તે તમારામા સ્ફૂર્તિ લાવી દેશે.
ચા બાર, દિલ્હી
દિલ્હીનું દિલ એટલે કે કનોટ પ્લેસ વિસ્તારમાં તમે જાઓ તો એકવાર તો ઓક્સફો્ર્ડ ભૂક સ્ટોર જવું જરૂર બને છે. પુસ્તકોના ઢગલામાં મસાલા ચા અને મસ્કા બન તમારું દિલ ખુશ કરી દેશે. અહીં તમને એક અલગ પ્રકારની શાંતિ મળી રહેશે. તેના દરવાજા પર જ તમને મોટા સુંદર ચિત્રો જોવા મળશે, જે તમને મંત્રમુગ્ધ કરી દે તેવા છે.
પગદંડી ચા કેફે, પૂણે