ભારતીય ઝડપી બોલર દીપક ચહર છેલ્લા કેટલાક સમયથી મેદાનથી દૂર છે. જોકે તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે કે તે મેચ ફિટ છે અને જલ્દી જ મેદાન પર પરત ફરશે. હાલમાં જ તેની પત્ની જયા ભારદ્વાજ સાથે છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જયા સુંદરતાના મામલે કોઇ અભિનેત્રીથી કમ નથી.
જયા ભારદ્વાજ સાથે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જો કે બાદમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેણે કોઈને પૈસા આપ્યા હતા. જયાના સસરાએ પૈસા માંગવા છતાં પરત ન આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આગરાના રહેવાસી દીપક ચહરે આઇપીએલ દરમિયાન જામથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં જયાને પ્રપોઝ કર્યું હતું. ત્યારે આ વીડિયો એકદમ વાયરલ થયો હતો.
દીપક અને જયા ગયા વર્ષે જૂનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. દીપકે સ્ટેડિયમ સ્ટેન્ડમાં જયા ભારદ્વાજની સામે ઘૂંટણિયે બેસીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંનેના લગ્ન સમારોહ સંપૂર્ણ રીતે ભારતીય હિન્દુ રિવાજો સાથે આગ્રામાં યોજાયો હતો.
દીપક ચહર અને જયા ભારદ્વાજ ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે. આ શોનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જે 14 ફેબ્રુઆરી પહેલા પ્રસારિત કરવાનો પ્રસ્તાવ છે.